LIVE : કર્ણાટકમાં શરૂઆતના વલણમાં કોંગ્રેસ 120 બેઠકો સાથે આગળ, ભાજપને 86 જેડીએસને 18 બેઠકો

LIVE : કર્ણાટકમાં શરૂઆતના વલણમાં કોંગ્રેસ 120 બેઠકો સાથે આગળ, ભાજપને 86 જેડીએસને 18 બેઠકો

કર્ણાટક વિધાનસભા ચૂંટણી હેઠળ 10 મેના રોજ મતદાન બાદ આજે મતગણતરી શરૂ થઈ ચૂકી છે.  મતગણતરી રાજ્યના 36 સેન્ટર પર સવારના 8 વાગ્યાથી શરૂ થઈ છે. ચૂંટણીપંચ અનુસાર લગભગ 2 વાગ્યા સુધીમાં ચોક્કસ તસવીર સામે આવી જશે. શરૂઆતના વલણની વાત કરીએ તો 224 વિધાનસભા બેઠકો ધરાવતા કર્ણાટકમાં મતગણતરીના આવેલા શરૂઆતના વલણોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મજબૂત ટક્કર જોવા મળી રહી છે. અત્યાર સુધી આવેલા 224 બેઠકોના વલણોમાં કોંગ્રેસ અને ભાજપને સમાન બેઠકો પર લીડ મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસ 120 તો ભાજપ 86 બેઠક પર શરૂઆતના વલણમાં આગળ દેખાય છે. જ્યારે જેડીએસને 18 સીટ પર લીડ મળતી દેખાઈ રહી છે. આ ઉપરાંત અન્યના ખાતામાં 0 બેઠકો આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. જોકે જેડીએસને કિંગમેકરની ભૂમિકામાં બતાવવામાં આવી છે. 

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામમાં શરુઆતનું વલણ

કુલ બેઠક ભાજપ
કોંગ્રેસ જેડીએસ
અન્ય
224 86
120
18 0

કોંગ્રેસનું લક્ષ્ય 2024ની લોકસભા ચૂંટણીનું… 

વડાપ્રધાન મોદી માટે લોકપ્રિય સમર્થનથી પ્રેરિત ભાજપનું લક્ષ્ય 38 વર્ષ જૂની પરંપરાને તોડવાનું છે કેમ કે 1985થી કર્ણાટકમાં વર્તમાન પાર્ટી સત્તામાં ફરી ચૂંટાઈ નથી. તેનાથી વિપરિત કોંગ્રેસ આ જીતને આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં પ્રાથમિક વિપક્ષી દાવેદાર તરીકે તેની સ્થિતિને મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોઈ રહી છે. 

જેડીએસ કિંગમેકર બની શકે… 

કર્ણાટકમાં ફરી એકવાર જેડીએસના કિંગમેકર બનવાની આશા છે. 10માંથી 5 એક્ઝિટ પોલ ત્રિશંકુ વિધાનસભાની આશા વ્યક્ત કરી રહ્યા છે એટલે કે જેડીએસ વિના સરકાર રચાઈ નહીં શકે. પોલ ઓફ પોલ્સમાં ભાજપને 91, કોંગ્રેસને 108 અને જેડીએસને 22 તથા અન્યને 3 બેઠકો મળવાના સંકેત છે. 

Share: