×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Kooથી ડરી ગયું ટ્વીટર? ફેક-ટ્રોલ એકાઉન્ટ્સ પણ કરવામાં આવી રહ્યા છે વેરિફાઈ


- Koo પર એકાઉન્ટ બનાવીને વધુ ફોલોઅર્સ ભેગા કરવા અને વેરિફિકેશન મેળવવું ટ્વીટરની સરખામણીએ હજુ સરળ 

નવી દિલ્હી, તા. 16 જુલાઈ, 2021, શુક્રવાર

ટ્વીટરે હવે ફેક એકાઉન્ટ્સને પણ બ્લૂ બૈજ આપવાનું શરૂ કરી દીધું છે. ટ્વીટરની વેરિફિકેશન પોલિસી ફરી એક વખત ક્ષીણ થઈ રહી છે. શું કંપની કૂથી ડરી ગઈ છે કે પછી વેરિફિકેશન પોલિસી પર સરખી રીતે કામ નથી કરવામાં આવેલું?

માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વીટર તાજેતરમાં જ નવી વેરિફિકેશન પોલિસી લાવ્યું છે. તેને લઈ ભારે વિવાદ શરૂ થયો છે. વિવાદ એ છે કે, કંપની હવે ફેક એકાઉન્ટ, બૉટ એકાઉન્ટ અને ટ્રોલ એકાઉન્ટ્સનું પણ ટ્વીટર હેન્ડલ વેરિફાઈ કરી રહી છે. 

ટ્વીટરની પોલિસીમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, કંપની ફેક, બૉટ, પેરોડી કે ટ્રોલ એકાઉ્ન્ટ્સ વેરિફાઈ નહીં કરે. જોકે એવું નથી. અનેક હેન્ડલ્સ એવા છે જે ટ્રોલ્સ છે અને તેને વેરિફાઈ કરી દેવામાં આવ્યા છે. જોકે કંપનીએ પોતાની ભૂલ સ્વીકારીને કેટલાક હેન્ડલ્સ દૂર પણ કર્યા છે. પરંતુ હજુ પણ આ મુદ્દો ઉકેલાયો નથી. 

આના પહેલા સુધી ટ્વીટર વેરિફિકેશનને લઈ ખૂબ સ્ટ્રીક્ટ હતું. કંપની ફક્ત ક્રેડિબલ એકાઉન્ટ્સને જ વેરિફાઈ કરતી હતી. હવે કંપની એવા એકાઉન્ટ્સ પણ વેરિફાઈ કરી રહી છે જે પહેલા ટ્રોલ એકાઉન્ટ હતા અને બાદમાં હેન્ડલ ચેન્જ કરવામાં આવ્યું હોય. 

આવું શા માટે બની રહ્યું છે? શું ટ્વીટરને હવે ભારતીય માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ કૂનો ડર લાગી રહ્યો છે? હકીકતે Koo પર એકાઉન્ટ બનાવીને વધુ ફોલોઅર્સ ભેગા કરવા અને વેરિફિકેશન મેળવવું ટ્વીટરની સરખામણીએ હજુ સરળ છે. આ સંજોગોમાં લોકો ત્યાં વેરિફિકેશન કરાવીને ટ્વીટર પર સ્ક્રીન શોટ શેર કરી રહ્યા છે. 

આ કારણે કેટલાક યુઝર્સ કૂ પર વધુ એક્ટિવ થઈ ગયા છે. આ સંજોગોમાં ટ્વીટરે પણ કદાચ પોતાના યુઝર્સ જાળવી રાખવા માટે સાચા ખોટા દરેક પ્રકારના એકાઉન્ટ્સ વેરિફાઈ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે હજુ પણ અનેક યોગ્ય એકાઉન્ટ્સ વેરિફાઈ નથી કરાયા જ્યારે ટ્રોલ્સના એકાઉન્ટ વેરિફાઈ થઈ ગયા છે.