J&K : કુપવાડામાં પોલીસની મોટી કાર્યવાહી, 5 આતંકીની ધરપકડ, હથિયારોનો મોટો જથ્થો જપ્ત

J&K : કુપવાડામાં પોલીસની મોટી કાર્યવાહી, 5 આતંકીની ધરપકડ, હથિયારોનો મોટો જથ્થો જપ્ત

જમ્મુ-કાશ્મીર, તા.22 ડિસેમ્બર-2022, ગુરુવાર

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાંથી આતંકવાદી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કાશ્મીર પોલીસે કુપવાડામાં એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આ ઓપરેશન હેઠળ હિઝબુલ મુજાહિદ્દીનના સભ્યોની ધરપકડ કરી દેવામાં આવી છે. પોલીસે આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળાનો જથ્થો જપ્ત કર્યો છે. કુપવાડા પોલીસે હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે.

આ ઘટના અંગે માહિતી આપતા કુપવાડા પોલીસના એસએસપી યુગલકુમાર મન્હાસે કહ્યું કે, હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ સભ્યોની ધરપકડ કરાઈ છે. આતંકવાદીઓ પાસેથી એક AK-47, 2 મેગેઝિન અને 119 રાઉન્ડ, એક પિસ્તોલ, તેની મેગેઝિન અને પિસ્તોલના પણ ચાર રાઉન્ડ, એક આઈડી, રૂ. 64,000 તેમજ 2 ડિટોનેટર જપ્ત કરવામાં આવ્યા છે. મન્હાસે જણાવ્યું કે, આ જૂથ સાથે જોડાયેલા વધુ બે લોકોની પણ અટકાયત કરાઈ છે. જૂન મહિનામાં પાકિસ્તાનના હેન્ડલર દ્વારા તેમને રૂપિયા 6 લાખ મોકલવામાં આવ્યા હતા.

Share: