×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2023 LIVE : લખનૌને ત્રીજો ઝટકો, માર્કસ સ્ટોઇનિસ આઉટ; ડિકોકની અડધી સદી


તા. 7 એપ્રિલ 2023, રવિવાર 

IPL 2023માં આજે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આજે આ સીઝનની 51મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં બે ભાઈઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા કેપ્ટન તરીકે પ્રથમ વખત સામ સામે રમી રહ્યા છે. ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે લખનઉની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. આજે લખનઉ સુપર જાયન્ટ્સે ગુજરાત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

LSG 10 ઓવરમા 102/1

LSG 5 ઓવરમા 64/0

GT 227/2 (20)

IPL 2023 Live Score

દીપક હુડા આઉટ, ડિકોકે અડધી સદી પુરી કરી

મોહમ્મદ શમીએ લખનૌ સુપર જાયન્ટ્સને બીજો ઝટકો આપ્યો હતો. તેણે 13મી ઓવરના બીજા બોલ પર દીપક હુડાને આઉટ કર્યો. હુડ્ડા 11 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલ તેવટિયાએ તેનો કેચ લીધો હતો. હુડ્ડા આઉટ થાય તે પહેલા ક્વિન્ટન ડિકોકે એ જ ઓવરના પ્રથમ બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી. લખનૌએ 14 ઓવરમાં બે વિકેટે 121 રન બનાવ્યા છે.  ડિકોક 54 અને માર્કસ સ્ટોઇનિસ ત્રણ રન બનાવીને અણનમ છે.

લખનૌનો સ્કોર 12 ઓવરમાં 114/2

ગુજરાત સામે લખનૌ સુપર જાયન્ટ્સે 12 ઓવરમાં એક વિકેટે 113 રન બનાવ્યા છે. ટીમે 10 ઓવરમાં 102 રન બનાવ્યા હતા. છેલ્લી બે ઓવરમાં માત્ર 11 રન જ બન્યા છે. ક્વિન્ટન ડિકોક 30 બોલમાં 49 અને દીપક હુડા 10 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો છે. ટીમને જીતવા માટે આઠ ઓવરમાં 114 રન બનાવવાના છે.

ગુજરાત મળી પહેલી સફળતા 

મોહિત શર્માએ ગુજરાત ટાઇટન્સને પહેલી સફળતા અપાવી હતી. તેણે નવમી ઓવરના બીજા બોલ પર કાયલ મેયર્સને આઉટ કર્યો. મેયર્સે 32 બોલમાં 48 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રાશિદ ખાને 26 મીટર દોડીને શાનદાર કેચ પકડ્યો હતો. એક તબક્કે એવું લાગતું હતું કે તે કેચ પકડી શકશે નહીં, પરંતુ અંતે તેણે જમણી બાજુ ઝૂકીને એક શાનદાર કેચ લીધો. લખનૌએ 9 ઓવરમાં એક વિકેટે ગુમાવી 92 રન બનાવ્યા છે. ક્વિન્ટન ડિકોક 20 બોલમાં 37 અને દીપક હુડ્ડાએ બે બોલમાં બે રન બનાવીને રમી રહ્યો છે.


લખનૌની આક્રમક શરૂઆત

લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સ સામે ધમાકેદાર શરૂઆત કરી છે. તેણે ચાર ઓવરમાં કોઈપણ જાતના નુકશાન વગર 50 રન બનાવ્યા છે. કાયલ મેયર્સ 17 બોલમાં 29 અને ક્વિન્ટન ડિકોક સાત બોલમાં 17 રન બનાવીને અણનમ છે. ગુજરાતનો વિકેટકીપર રિદ્ધિમાન સાહા ઈજાના કારણે બહાર છે. તેની જગ્યાએ કેએસ ભરત વિકેટકીપિંગ કરી રહ્યો છે.

ગુજરાતે લખનઉને વિશાળ ટાર્ગેટ આપ્યો

ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપરજાયન્ટ્સને જીતવા માટે 228 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા છે. ગુજરાત માટે શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ તોફાની ફિફ્ટી ફટકારી હતી. ગિલે 51 બોલમાં અણનમ 94 રન બનાવ્યા હતા. ગિલે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. રિદ્ધિમાન સાહાએ 43 બોલમાં 81 રનની શાનદાર તોફાની ઇનિંગ રમી હતી. સાહાએ 10 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ડેવિડ મિલર 12 બોલમાં 21 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઝડપી 15 બોલમાં 25 રન બનાવ્યા હતા. તેણે એક ચોગ્ગો અને બે છગ્ગા ફટકાર્યા હતા. લખનઉ તરફથી મોહસીન ખાન અને અવેશ ખાને એક-એક વિકેટ ઝડપી હતી.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન

ગુજરાત ટાઇટન્સ

રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (C), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી.

લખનૌ સુપર જાયન્ટ્સ

ક્વિન્ટન ડિકોક (wk), કાયલ મેયર્સ, દીપક હુડા, કરણ શર્મા, કૃણાલ પંડ્યા (C), માર્કસ સ્ટોઈનિસ, સ્વપ્નિલ સિંહ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, અવેશ ખાન.