×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2023 Live : પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો



IPL 2023માં આજે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 30 મેચ રમાઈ છે. જેમાં પંજાબની ટીમે સૌથી વધુ 17 મેચ જીતી છે. જ્યારે બેંગલુરુની ટીમ માત્ર 13 મેચમાં જ જીતી શકી છે. આ વખતે RCB આ જીત અને હાર વચ્ચેનો તફાવત ઘટાડવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યું છે. સિઝનમાં ત્રણ જીત અને બે હાર સાથે પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બે જીત અને ત્રણ હાર બાદ આઠમા સ્થાને છે અને તેના 4 પોઈન્ટ છે. પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

IPL-2023 Live Score

પંજાબે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો

પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કરને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબ ટીમના નિયમિત કેપ્ટન શિખર ધવન અને બેંગલુરુ ટીમના નિયમિત કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પ્લેઈંગ-11માં સામેલ નથી. ધવનની જગ્યાએ કરણે કમાન સંભાળી છે. જ્યારે ડુ પ્લેસિસની જગ્યાએ વિરાટ કોહલી કેપ્ટનશીપ કરી રહ્યો છે. ડુ પ્લેસિસ આ મેચ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી શકે છે.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

બંને ટીમોની પ્લેઈંગ-11

પંજાબ કિંગ્સ

અથર્વ તાઈડે, મેથ્યુ શોર્ટ, હરપ્રીત સિંહ, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (wk), સેમ કરણ (C), શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, નાથન એલિસ, રાહુલ ચહર અને અર્શદીપ સિંહ.

બેંગલુરુની પ્લેઈંગ-11

વિરાટ કોહલી (C), ફાફ ડુ પ્લેસિસ, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, સુયશ પ્રભુદેસાઈ, દિનેશ કાર્તિક (wk), શાહબાઝ અહેમદ, વાનિંદુ હસરંગા, હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ અને મોહમ્મદ સિરાજ.