IPL 2023 Live : દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

IPL 2023 Live : દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

IPL 2023માં આજે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

IPL Live Score

બંને ટીમોની પ્લેઈંગ-ઈલેવન

રાજસ્થાન રોયલ્સ

જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (c/wk), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.

દિલ્હી કેપિટલ્સ

 ડેવિડ વોર્નર (કેપ્ટન), મનીષ પાંડે, રિલે રુસો, રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, અભિષેક પોરેલ (વિકેટકીપર), એનરિચ નોર્ટજે, ખલીલ અહેમદ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.

દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં દિલ્હીની ટીમ ત્રણ ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે. આ સાથે જ રાજસ્થાનની ટીમમાં પણ બે ફેરફાર કરવામાં આવ્યા છે.

દિલ્હીની ટીમ અત્યાર સુધી તેની શરૂઆતની બંને મેચ હારી ચૂકી છે. જ્યારે રાજસ્થાનની ટીમે 2માંથી એક મેચ જીતી છે. ડેવિડ વોર્નરની કપ્તાનીમાં દિલ્હી કેપિટલ્સ હવે હારની હેટ્રિકના જોખમમાં છે. આવી સ્થિતિમાં આજે તે મેચ પોતાના નામે કરીને જીતનું ખાતું ખોલવાનો પ્રયાસ કરશે. રાજસ્થાન અને દિલ્હીની ટીમો પહેલીવાર ગુવાહાટીના મેદાનમાં રમશે. રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો 26 વખત સામસામે રમી ચુકી છે. રાજસ્થાન અને દિલ્હી બંનેએ 13-13 મેચ જીતી છે. બંને વચ્ચેની છેલ્લી પાંચ મેચમાં દિલ્હીએ ત્રણ અને રાજસ્થાને બે મેચ જીતી છે.

Share: