IPL 2023 Live : થોડી જ વારમાં શરૂ થશે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સની મેચ, જાણો બંને ટીમોનો રેકોર્ડ

IPL 2023 Live : થોડી જ વારમાં શરૂ થશે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સની મેચ, જાણો બંને ટીમોનો રેકોર્ડ

હૈદરાબાદ, તા.09 એપ્રિલ-2023, રવિવાર

IPLમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે મેચ શરૂ થશે. IPL 2023માં આ બંને ટીમોએ 2-2 મેચ રમી છે. જેમાં પંજાબે કોલકાતા અને રાજસ્થાનને હરાવ્યું હતું. તો હૈદરબાદનો લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ સામે હાર થઈ હતી. IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં 20 મેચો રમાઈ છે, જેમાં હૈદરાબાદે 13 અને પંજાબે 7 મેચો પર વિજય મેળવ્યો છે.

IPL 2023 SRH vs PKBS Live Scorecard

પીચ રિપોર્ટ

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. ફાસ્ટ બોલરોને પણ અહીં મદદ મળી શકે છે. સ્પિનરો માટે પીચ ફાયદારક નથી. IPL 2018થી અત્યાર સુધીમાં આ મેદાન પર રમાયેલી મેચ પર નજર નાખીએ તો, આ મેદાન પર ફાસ્ટ બોલરોની ઈકોનોમી રેટ અને બોલિંગ એવરેજ અન્ય ભારતીય સ્ટેડિયમો કરતાં વધુ શ્રેષ્ઠ છે. આ મેદાનમાં રનને ચેજ કરવો સરળ થઈ શકે છે.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવીત ટીમ

મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એડન માર્કરામ (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન (વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, આદિલ રશીદ, ઉમરાન મલિક, માર્કો યાનસીન.

પંજાબ કિંગ્સની સંભવીત ટીમ

પ્રભસિમરન સિંહ, શિખર ધવન, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, સિકંદર રઝા, સેમ કુરાન, એમ શાહરૂખ ખાન, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ.

Share: