IPL 2023 Live : કોલકાતા-ચેન્નાઈ વચ્ચે થોડીવારમાં ઉછળશે ટોસ, પીચ બેટ્સમેનો-સ્પીનરોને કરાવશે મોજ

IPL 2023 Live : કોલકાતા-ચેન્નાઈ વચ્ચે થોડીવારમાં ઉછળશે ટોસ, પીચ બેટ્સમેનો-સ્પીનરોને કરાવશે મોજ

ચેન્નાઈ, તા.14 મે-2023, રવિવાર

IPL-2023માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની કમાન મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં છે જ્યારે નીતિશ રાણા કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરશે.

આ પહેલાની મેચમાં ચેન્નાઈએ 49 રનથી મોટી જીત મેળવી હતી

ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી સિઝનની આ પહેલા તબક્કામાં રમાયેલ મેચમાં ધોનીની ટીમનો દેખાવ જોરદાર રહ્યો હતો. અને તે મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી તો પણ ચેન્નાઈએ 49 રનથી મોટી જીત મેળવી પોતાની તાકાત બતાવી હતી. 

ચેન્નાઈ 15 પોઈન્ટ પર બીજા નંબરે છે, જ્યારે કોલકાતા 10 પોઈન્ટ પર છે

આઈપીએલમાં આ મેચમાં તેનું પોઈન્ટ ટેબલ વિશે વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ સતત ટોપ-4માં રહી છે અને હાલમાં 7 જીત, 4 હાર અને 1 અનિર્ણાયક મેચ બાદ 12 મેચમાં તેના 15 પોઈન્ટ છે, અને તે પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ 12 મેચમાં 5 જીત અને 7 હાર બાદ 10 પોઈન્ટ સાથે 8માં ક્રમાંકે છે. 

ચેન્નાઈ-કોલકાતા મેચનો પિચ રિપોર્ટ કેવો રહેશે 

આજે ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે IPL 2023 સીઝનની 61મી મેચ રમાવા જઈ રહી છે જે સાંજે 7.30 કલાકે ક્રિઝ પર મુકાબલો જામશે. કોલકાતા નાઈટ રાઈડર્સને પોતાના ઘરઆંગણે મળેલી જીતનો બદલો આજે ચેન્નાઈના મેદાનમાં પર લેશે. અને આ બદલો તેના માટે જરુરી પણ છે. આજની મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાવવાની છે. અને અહીંની પીચ હંમેશા બેટ્સમેનો માટે ફાયદાકારક સાબિત થઈ છે. તેમજ બોલરોમાં સ્પિનરોની ભૂમિકા અહીં મહત્વની રહેશે. આ સાથે આ સિઝનમાં અહીં 6 મેચ રમાઈ છે. 

Share: