IPLની પ્રથમ મેચમાં સ્ટેડિયમમાં સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા, બંને આરોપીની પોલીસે કરી ધરપકડ

IPLની પ્રથમ મેચમાં સ્ટેડિયમમાં સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા, બંને આરોપીની પોલીસે કરી ધરપકડ
Image : pixabay

અમદાવાદ, 01 એપ્રિલ 2023, શનિવાર

અમદાવાદમાં હજુ થોડા સમય પહેલા જ 1800 કરોડના ક્રિકેટનું સટ્ટા કૌભાંડ ઝડપાયું હતું. આ બાદ હવે બે શખ્સો ગઈકાલે રમાયેલી IPLની પ્રથમ મેચમાં સટ્ટો રમતા ઝડપાયા છે. પોલીસે આ બંને શખ્સોની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બંને શખ્સો પર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ મેચમાં બે શખ્સો સટ્ટો રમતા ઝડપાયા હતા. 

સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપાયા

આ મામલાની વિગત મુજબ આ બંને શખ્સો ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ સટ્ટો રમતા ઝડપાયા હતા. ગઈકાલે રમાયેલી IPL-2023ની પ્રથમ મેચમાં બંને શખ્સો સટ્ટો રમતા ઝડપાયા હતા. ઝોન-2 પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ મળી કુલ 23 હજારનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. પોલીસે બંનેની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે.

Share: