×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Ind vs NZ Live : ભારતને જીતવા 100 રનનો ટાર્ગેટ, ન્યુઝીલેન્ડનો T20માં ટીમ ઈન્ડિયા સામે સૌથી લોએસ્ટ સ્કોર

Image - BCCI Twitter

આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટી20 સિરિઝની બીજી મેચ લખનૌમાં રમાઈ રહેલી છે. દરમિયાન ન્યુઝીલેન્ડની ટીમને ટોસ જીતી પહેલા બેટીંગ કરવું ભારે પડી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. ભારતીય બોલરો પણ ન્યુઝીલેન્ડની ટીમ પર હાવી થઈ રહ્યા છે. ઈંગ્લેડના ટોપ-5 ખેલાડીઓને ભારતીય બોલરોએ સસ્તામાં આઉટ કરી પેવેલીયન ભેગા કરી દીધા છે. દરમિયાન પ્રથમ ટી20 મેચમાં ભારતની 12 રને હાર થઈ હતી. બંને દેશો વચ્ચે 3 T20 સિરિઝની મેચ રમાવાની હોવાથી આ મેચ બંને દેશો માટે જીતવી ખુબ જ જરૂરી છે. ઉપરાંત ભારતીય ટીમ જો આ મેચ નહીં જીતે તો તેને ટી20 રેન્કિંગમાં મોટું નુકશાન થઈ શકે છે.

  • ઈંગ્લેડની ટીમનો સ્કોર : 15 ઓવરમાં 71/5
  • ઈંગ્લેડની ટીમનો સ્કોર : 10 ઓવરમાં 48/4
  • ઈંગ્લેડની ટીમનો સ્કોર : 05 ઓવરમાં 29/2

પ્રથમ ટી20માં ભારતની 12 રને થઈ હતી હાર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 T20 સિરિઝની પ્રથમ મેચમાં ભારતની 21 રને હાર થઈ હતી. ન્યુઝીલેન્ડના 20 ઓવરમાં 6 વિકેટે 176 રનના જવાબમાં ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 155 રન બનાવતા ટીમ ઈન્ડિયાની 21 રને હાર થઈ હતી. આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમે 3 T20 સિરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. ભારત તરફથી સૌથી વધુ રન વોશિંગ્ટન સુંદરે 28 બોલમાં 3 સિક્સ અને 5 ફોર સાથે 50 રન બનાવ્યા હતા. તો સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 2 સિક્સ અને 6 ફોર સાથે 47 રન બનાવતા અર્ધસદી ચુક્યો હતો. તો કેપ્ટન હાર્દિક પંડ્યા માત્ર  10 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર અને લોકી ફર્ગ્યુસને 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે જેકબ ડફી અને ઇશ સોઢીને 1-1 વિકેટ મળી હતી. આ અગાઉ ભારતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ ડેરીલ મિશેલે વિસ્ફોટક બેટીંગ કરી 30 બોલમાં 5 સિક્સ અને 3 ફોર સાથે 59 રન બનાવ્યા હતા. તો ડેવોન કોનવે સૌથી વધુ 35 બોલમાં 1 સિક્સ અને 7 ફોર ફટકારી 52 રન કર્યા હતા.તો ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં 14 રન આપી બે વિકેટ, કુલદીપ યાદવે 4 ઓવરમાં 20 રન આપી એક વિકેટ, શિવમ માવીએ બે ઓવરમાં 19 રન આપી એક વિકેટ, જ્યારે સૌથી વધુ ખર્ચાળ સાબિત થયેલા અર્શદીપ સિંહે 4 ઓવરમાં 51 રન આપી એક વિકેટ ઝડપી હતી.

પ્રથમ ટી20માં અર્શદીપ સિંહ સૌથી વધુ ખર્ચાળ બોલીંગ કરી હતી

પ્રથમાં ટી20માં ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ રન આપ્યા હતા. અર્થદીપ સિંહે આ મેચમાં 4 ઓવરમાં 51 રન સાથે ખર્ચાળ બોલીંગ કરી હતી. આ દરમિયાન તેણે બે વાઈડ અને એક નોબોલ નાખ્યો હતો. તો તેની 4 ઓવરમાં દરમિયાન ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ 4 ફોર અને 4 સિક્સ પણ ફટકારી હતી. 

ભારતનો સતત શ્રેણી વિજય

ભારત ન્યુઝીલેન્ડ સામે છેલ્લે ફેબ્રુઆરી, 2019માં રમાયેલી શ્રેણી 1-2થી હાર્યું હતુ. જોકે તે પછી ભારતે 2020માં પાંચ ટી-20ની શ્રેણી 3-0, 2021માં 3 ટી-20ની શ્રેણી 3-0થી અને 2022માં રમાયેલી 3 ટી-20ની શ્રેણી 1-0થી જીતી લીધી હતી.

વિજેતા

હરિફ

માર્જિન

વર્ષ

ભારત

ન્યુઝી.

૩-૦થી

નવેમ્બર૨૦૨૧

ભારત

વિન્ડિઝ

૩-૦થી

ફેબ્રુઆરી૨૦૨૨

ભારત

શ્રીલંકા

૩-૦થી

ફેબ્રુઆરી૨૦૨૨

ભારત

સા.આફ્રિકા

૨-૨થી

જુન૨૦૨૨

ભારત

આયરલેન્ડ

૨-૦થી

જુન૨૦૨૨

ભારત

ઈંગ્લેન્ડ

૨-૧થી

જુલાઈ૨૦૨૨

ભારત

વિન્ડિઝ

૪-૧થી

જુલાઈ૨૦૨૨

ભારત

ઓસી.

૨-૧થી

સપ્ટે. ૨૦૨૨

ભારત

સા.આફ્રિકા

૨-૧થી

સપ્ટે-ઓક્ટો૨૦૨૨

ભારત

ન્યુઝીલેન્ડ

૧-૦થી*

નવેમ્બર,૨૦૨૨

ભારત

શ્રીલંકા

૨-૧થી

જાન્યુ.,૨૦૨૩

*3 મેચની શ્રેણીમાં એક મેચ ધોવાઈ ગઈ હતી,

એક મેચ ડકવર્થ-લુઈસ અનુસાર ટાઈ થઈ હતી


ભારત આજની મેચ હારશે તો થઈ શકે છે 3 મોટા નુકશાન

આ એક હારથી ઇન્ડિયન ટીમને 3 મોટા નુકશાન થઇ શકે છે. પહેલું નુકશાન, ભારતના હાથથી T20 સીરીઝ નીકળી જશે. આ સીરીઝ નવા વર્ષની પહેલી સીરીઝ હાર થશે. બીજુ કારણ T20માં ભારતનો દબદબો ખતરામાં પડી જશે અને ત્રીજું કારણ ત્રણેય ફોરમેટમાં નંબર-1 બનવાના ભારતની આશાઓ પર પાણી ફેરવાઈ જશે. આ સ્થિતિમાં ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી20 મેચ જીતવી ખુબ જ જરૂરી બની જાય છે.

T20 રેન્કિંગમાં પ્રથમ સ્થાન ગુમાવવાનો ભય

હાલમાં ટીમ ઇન્ડિયા T20 રેન્કિંગમાં પ્રથમ નંબરે છે, પણ બીજા નંબરે ઈંગ્લેંડ ભારતથી માત્ર 1 રેટિંગ પોઈન્ટ જ પાછળ છે. ભારતના 267 અને ઈંગ્લેંડના 266 પોઈન્ટ છે. જો ઇન્ડિયન ટીમ આજે લખનઉમાં જીતે છે તો આ સીરીઝ 1-1થી બરાબર થઇ જશે અને વિજેતાનો નિર્ણય અમદાવાદમાં થનાર ત્રીજા T20થી થશે. પણ જો ભારત આજે મેચ હરશે તો સીરીઝ ગુમાવી દેશે અને T20 રેન્કિંગમાં પ્રથમ સ્થાનથી પણ હાથ ધોવો પડશે.

ભારતીય ટીમ

શુભમન ગિલ, ઈશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ

ન્યુઝીલેન્ડની ટીમ

ફિન એલન, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડિરેલ મિશેલ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, જેકબ ડફી, બ્લેર ટિકનર