×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IND VS AUS Live : ભારતનો દાવ શરૂ, જીતવા 270 રનનો ટાર્ગેટ, રોહિત-કોહલીને સચિનના રેકોર્ડની બરાબરી કરવાની તક

Image - ICC Twitter

ચેન્નાઈ, તા.22 માર્ચ-2023, બુધવાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ત્રીજી અને અંતિમ વન-ડે મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે. પ્રથમ વન-ડેમાં ભારતની જીત થઈ હતી તો બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની શરમજનક હાર થઈ હતી. બંને ટીમોએ શ્રેણીની ત્રણ વન-ડે મેચોમાં એક-એક જીત નોંધાવ્યા બાદ શ્રેણીમાં 1-1થી બરાબરી પર છે. આજે ચેન્નાઈમાં રમાઈ રહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 49 ઓવરમાં 269 રન ફટકાર્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને જીતવા 270 રનનો ટાર્ગેટ આપ્યો છે. શ્રેણી જીતવા ભારત માટે આ મેચ જીતવી જરૂરી છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ 269 રનમાં ઓલઆઉટ

ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 49 ઓવરમાં 269 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ (33) મિશેલ માર્શ (47) કેપ્ટન સ્ટીવન સ્મિથ (0) ડેવિડ વોર્નર (23) માર્નસ લેબુશેન (28) એલેક્સ કેરી (38) માર્કસ સ્ટોઇનિસ (25) સીન એબોટ (26) એશ્ટન અગર (17) મિશેલ સ્ટાર્ક (10) આદમ ઝમ્પા (10) રન કર્યા હતા. તો ભારત તરફથી હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 3-3 વિકેટ જ્યારે મહંમદ સિરાજ અને અક્ષર પટેલે વિકેટો ઝડપી હતી. અગાઉ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિ છે કે, પ્રથમ વન-ડેમાં ભારતની જીત થઈ હતી તો બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. આ સાથે જ બંને ટીમો ત્રણ વન-ડે સિરિઝમાં 1-1થી બરાબર પર છે.

રોહિત અને કોહલીને સચિનના રેકોર્ડની બરાબરી કરવાની તક

ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ સદી ફટકારનારાઓની યાદીમાં ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટ સચિન તેંડુલકર મોખરે છે. સચિને ઓસ્ટ્રેલિયા સામે આત્યાર સુધીમાં કુલ 9 સદી ફટકારી છે, તો રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 8-8 સદી ફટકારી છે. જો આ મેચમાં રોહિત કે કોહલી સદી ફટકારશે તો સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી શકે છે. હાલ ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ-3માં ભારતીય ખેલાડીઓનું નામ છે, તેમાં સચિન, રોહિત અને કોહલીનો સમાવેશ થાય છે.

બીજી વન-ડેમાં ભારતની શરમજનક હાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરીઝની બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી હતી. આ મેચમાં ભારતની ઈનિંગ 117 રનમાં જ સમેટાઈ ગઈ છે. ભારતના સાત બેટ્સમેન બે અંકોના આંકડાને સ્પર્શી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે 5 વિકેડ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે બીજી વનડે મેચ વિના વિકેટ જીતી છે. ભારતનું નિરાશાજનક પ્રદર્શન રહ્યુ હતું. ઓસ્ટ્રેલિયા તરફથી માર્શે શાનદાર ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ 66 બોલમાં મેચ જીતી લીધી હતી.

પ્રથમ વન-ડેમાં ભારતની માંડ માંડ જીત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં ભારતનો 5 વિકેટે વિજય થયો હતો. કે.એલ.રાહુલ 75 રન અને રવિન્દ્ર જાડેજાના 45 રનની મદદથી ભારતે જીત મેળવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટીંગ કરતા 35.4 ઓવરમાં 188 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં ભારતે 39.5 ઓવરમાં 191 રન કરી જીત મેળવી હતી. અગાઉ ભારતીય ટીમના ટોપ ઓર્ડરના બેટ્સમેનો સસ્તામાં આઉટ થતા ભારતીય ટીમ સંકટમાં મુકાઈ ગયું હતું. જોકે કે.એલ.રાહુલ અને જાડેજાની મજબૂત બેટીંગના કારણે ભારતે જીત મેળવી હતી.

IND vs AUS 3rd ODI : ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા 270 રનનો ટાર્ગેટ આપ્યો, મેચમાં હાર્દિક-કુલદીપની કમાલ, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

IND vs AUS 2nd ODI : બીજી વનડેમાં ભારતની શરમજનક હાર, ઓસ્ટ્રેલિયાએ 66 બોલમાં મેચ જીતી લીધી, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

IND vs AUS 1st ODI : રાહુલ-જાડેજાની મજબૂત બેટીંગ બાદ ભારતની ઓસ્ટ્રેલિયા સામે જીત, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો