ICCએ ટેસ્ટ રેન્કિંગમાં કરી મોટી ભૂલ, ભારત નહી આ ટીમ છે ટેસ્ટમાં ટોચ પર

ICCએ ટેસ્ટ રેન્કિંગમાં કરી મોટી ભૂલ, ભારત નહી આ ટીમ છે ટેસ્ટમાં ટોચ પર

અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2023, ગુરુવાર

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ ગઈકાલે ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી હતી. આ ટેસ્ટ રેન્કિંગમાં ICCએ મોટી ભૂલ કરી હતી અને આ ભૂલને કારણે ભારત નવા રેન્કિંગ પ્રમાણે ટેસ્ટમાં નંબર વન બની ગયુ હતું. જો કે બાદમાં ICCએ પોતાની ભુલ સુધારી હતી અને નવા રેન્કિંગની જાહેરાત કરી હતી. નવા રેન્કિંગમાં ભારત બીજા સ્થાન પર યથાવત છે. 

ICCએ ભૂલથી ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર વન બની હતી

આ પહેલા ICCએ પ્રથમ વખત ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું ત્યારે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમને નંબર-1 જાહેર કરી દીધી હતી. આ રીતે ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો કારણ કે તે પ્રથમ વખત ક્રિકેટના તમામ ફોર્મેટમાં નંબર-1 બની હતી. જોકે થોડા સમય બાદ ICCએ પોતાની ભૂલ સુધારી હતી. આ સાથે જ ભારતના હાથમાંથી ટેસ્ટમાં ટોચનું સ્થાન સરકી ગયું છે. ભારતીય ટીમ ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં બીજા સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ નંબર-1 પર યથાવત છે. ચાહકોની સાથે BCCIના અધિકારીઓ પણ રેન્કિંગમાં આ ફેરફારથી નાખુશ હતા.

Share: