×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

GSTથી થતી મહેસૂલી આવકમાં 11%ની મજબૂત વૃદ્ધિ, ઓગસ્ટમાં 1.60 લાખ કરોડ થયું કલેક્શન

image : Envato 


દેશમાં જીએસટીથી થનારી મહેસૂલી આવક (GST Collection) માં વાર્ષિક આધારે  મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ભારતમાં જીએસટી કલેક્શનનો આંકડો 1.60 લાખ કરોડને આંબી ગયો હતો.  જે  એક વર્ષ પહેલાની તુલનાએ 11% વધુ છે. મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ આજે જીએસટી કલેક્શન વિશે માહિતી આપતાં આ જાણકારી આપી છે. 

ગત વર્ષે 1.44 લાખ કરોડનું કલેક્શન કર્યું હતું 

સરકારી આંકડામાંથી મળેલી માહિતી અનુસાર સરકારે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શન મારફતે 1.44 લાખ કરોડ રૂપિયા (17.41 અબજ ડૉલર) ની આવક કરી હતી. મલ્હોત્રાએ કહ્યું કે જૂન ત્રિમાસિકમાં જીડીપીનો વૃદ્ધિ દર 7.8% હતો અને સાંકેતિક રીતે તેમાં 8%ની વૃદ્ધિ થઈ હતી. જૂન ત્રિમાસિક દરમિયાન મહેસૂલી આવકમાં 11%થી વધુની વૃદ્ધિ થઈ હતી. આ ટેક્સ-જીડીપીના પ્રમાણ 1.33થી વધુ છે.