Go First એરલાઈને 9 મે સુધી ફ્લાઈટો રદ કરી, DGCAએ આપ્યો રિફંડ પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ

Go First એરલાઈને 9 મે સુધી ફ્લાઈટો રદ કરી, DGCAએ આપ્યો રિફંડ પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ

image :  Wikipedia 

ગો-ફર્સ્ટ એરલાઇન્સની મુસીબતોનો અંત આવતો જણાતો નથી. એન્જિન સપ્લાયર પ્રેટ એન્ડ વ્હિટની દ્વારા એન્જિનની ડિલિવરી ન કરવાને કારણે એરલાઈને 9 મે સુધી તેની ફ્લાઈટ્સ રદ કરવી પડી છે. અગાઉ કંપનીએ માત્ર ત્રણ દિવસ માટે ફ્લાઈટ્સનું સંચાલન બંધ કર્યું હતું.  જોકે નાણાકીય કટોકટીનો ઉકેલ ન આવવાના કારણે  ગો ફર્સ્ટની મુશ્કેલીઓ વધી છે.

ગો ફર્સ્ટએ 15 મે સુધી ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો

આ સાથે ગો ફર્સ્ટએ 15 મે સુધી ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે અને કહ્યું છે કે તે વર્તમાન બુકિંગની તારીખોમાં વધુ ફેરફાર કરવાનું વિચારી રહી છે. ડીજીસીએએ અગાઉ 3 મે થી 5 મે સુધીની ફ્લાઈટ્સ રદ કરવા માટે એરલાઈનને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. આ નોટિસનો જવાબ મળ્યા પછી DGCA એ કહ્યું કે તે ગો ફર્સ્ટ દ્વારા અચાનક કામગીરી સ્થગિત કર્યા બાદ મુસાફરોને થતી અસુવિધાને ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે.

ડીજીસીએ રિફંડ અંગે સૂચના આપી 

ઉલ્લેખનીય છે કે  કંપનીએ નાદારી કાર્યવાહી હેઠળ સરકારને કટોકટીમાંથી બહાર કાઢવાની માંગ પણ કરી છે. આવી સ્થિતિમાં, મુસાફરોએ તેમની ટિકિટના રિફંડની માંગ કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે. હવે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ આ અંગે આદેશ જારી કર્યો છે. DGCAએ કહ્યું છે કે ગો ફર્સ્ટએ મુસાફરોને રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરે. 

Share: