×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

DRDO ની કોરોનાની દવા 2-DG દર્દીઓને કયા ભાવે મળશે?, અને કેટલી છે લાભદાયી જાણો

નવી દિલ્હી, 28 મે 2021 શુક્રવાર

કોરોના સામે ચાલી રહેલી લડાઇ માટે, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડી લેબ્સ સાથે સહ-ઉત્પાદિત 2-ડિયોક્સી-ડી-ગ્લુકોઝ (2DG) દવાની કિંમત નક્કી કરવામાં આવી છે. પેકેટમાં આવતી આ દવાની કિંમત લોકો માટે 990 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ દવા ઓછી કિંમતે મળશે. સામાન્ય લોકો માટે એક પેકેટ 990 રૂપિયા હશે.

DRDOની આ દવાને ઇમર્જન્સી ઉપયોગ માટેની મંજુરી મળી ગઇ છે, અને તેનો દાવો છે કે આ દવા લીધા બાદ ઓક્સિજન પરની નિર્ભરતા ઓછી કરી શકાય છે, અને તેના ક્લિનિકલ ટ્રાયલમાં પણ આ બાબત જોવા મળી છે, 2DG દવા લીધા બાદ દર્દી અન્યની તુલનામાં ઝડપથી સાજો થઇ જાય છે, અને તેનાથી કોવિડ-19 સંક્રમિત લોકોને ખુબ જ લાભ થશે.

DRDOની આ દવા એક પાઉચમાં પાઉડર સ્વરૂપે મળે છે, જેને પાણીમાં મેળવીને મોંઢાથી દર્દીને પિવડાવવામાં આવે છે, આ વાયરસથી સંક્રમિત કોશિકાઓમાં એકઠી થઇ જાય છે, અને વાયરસનાં ઉર્જા ઉત્પાદનને રોકીને વાયરસનાં વિકાસને અટકાવે છે, આ દવા તે દર્દીઓમાં વરદાનરૂપ છે, કે જે ઓક્સિજન પર ઘણા નિર્ભર છે.