×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Corona cases: રાજ્યમાં કોરોનાનાં 490 કેસ નોંધાયા, 6 દર્દીના મોત, રિકવરી રેટ 97.46 ટકા

ગાંધીનગર, 12 જુન 2021 શનિવાર

રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણમાં તીવ્ર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 490  કેસ નોંધાયા છે, અને 6 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 9991 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 1278 દર્દીઓએ રજા આપવામાં આવી છે. રાજ્યમાં રિકવરી રેટ 97.46 ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધી 7,99,012 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 10863 પર પહોંચ્યો છે. જેમાંથી 272 દર્દી વેન્ટિલેટર પર અને 10591  લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.46 ટકા છે. 

રાજ્યનાં વિવિધ જિલ્લા અને શહેરોમાં નોંધાયેલા કોરોના વાયરસ કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે સુરત કોર્પોરેશનમાં 74, સુરત કોર્પોરેશનમાં 62, વડોદરા કોર્પોરેશનમાં 44, વડોદરામાં 33,  સુરત 26, રાજકોટ કોર્પોરેશનમાં 22,  જૂનાગઢમાં 20,  ભરુચ 19, ગીર સોમનાથ 18, રાજકોટ 16, જામનગર કોર્પોરેશન 12, મહેસાણા 12, વલસાડ 12, અમરેલી 11,  દેવભૂમિ દ્વારકા 10, ખેડા 10, પંચમહાલ 9, પોરબંદર 9, કચ્છ 8, નવસારી 8, ગાંધીનગર કોર્પોરેશન 6, જામનગર 6, આણંદ 4, બનાસકાંઠા 4,  ભાવનગર કોર્પોરેશન 4, જૂનાગઢ કોર્પોરેશન 4, સાબરકાંઠા 4, ભાવનગર 3, ગાંધીનગર 3, મહીસાગર 3, મોરબી 3, અમદાવાદ 2, દાહોદ 2, પાટણ 2, સુરેન્દ્રનગર 2, તાપી 2 અને અરવલ્લી 1 કેસ સાથે કુલ 490 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં આજે 6 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, જૂનાગઢ 1, ભરૂચ 1,  જામનગર કોર્પોરેશન 1,  અને  અરવલ્લીમાં 1 દર્દીનું  મોત થયું છે. 

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનમાં આજે પહેલીવાર 2,94,583 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,00,30,392 (બે કરોડથી વધુ) લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે, જેમાં 1659 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 3445 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 44,302 લોકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 29,953 લોકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 2,09,171 લોકોને પ્રથમ ડોઝ, 18-45 વર્ષ સુધીના 11,053 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે.