×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Corona cases: રાજ્યમાં આજે 3,085 નવા કેસ, 36 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 9701

ગાંધીનગર, 26 મે 2021 બુધવાર

ગુજરાતમાં કોરોનાનાં નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. જો કે સત્ય તે પણ છે કે રાજ્યમાં કોરોના ટેસ્ટમાં ઘણો ઘટાડો થયો છે, રાજ્યમાં આજે 3,085 નવા કેસ નોંધાયા છે અને 36 દર્દીઓનાં કોરોનાથી મોત થયા છે. તે સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 9701 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 10007 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. 

રાજ્યમાં અત્યાર સુધી 7,32,748 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંક 55548 પર પહોંચ્યો છે. જેમાંથી 594 દર્દી વેન્ટિલેટર પર અને 54954 દર્દીઓની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.82 ટકા છે.  

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોપોરેશન 362, વડોદરા કોપોરેશન 362, સુરત કોપોરેશન 227, સુરત 172, વડોદરા 164, રાજકોટ કોપોરેશન 120, જુનાગઢ કોપોરેશન 113, જુનાગઢ 99, સાબરકાંઠા 94, કચ્છ 83, પંચમહાલ 82, અમરેલી 76, ભરૂચ 71, મહેસાણા 71, બનાસકાંઠા 69, ખેડા 65, આણંદ 64, ભાવનગર કોપોરેશન 64, રાજકોટ 63, પોરબંદર 62, જામનગર કોપોરેશન 55, નવસારી 49 વલસાડ 49,  દેવભૂમિ દ્વારકા 47, અરવલ્લી 43, પાટણ 42, ગાાંધીનગર કોપોરેશન 38, જામનગર 36, ગીર સોમનાથ 34, ભાવનગર 31, મહીસાગર 30, ગાાંધીનગર 29, દાહોદ 27, સુરેન્દ્રનગર 20, નર્મદા 18, અમદાવાદ 16, છોટા ઉદેપુર 14, મોરબી 11, તાપી 10, બોટાદ 2 અને ડાંગમાં 1 કેસ સાથે કુલ 3085 નવા કેસ નોંધાયા છે. 

રાજ્યમાં આજે કુલ 36 મોત નોંધાયા છે, જેમાં અમદાવાદ કોપોરેશન 6, વડોદરા કોપોરેશન 3, સુરત કોપોરેશન 2, સુરત 5, વડોદરા 2, રાજકોટ કોપોરેશન 0, જુનાગઢ કોપોરેશન 0, જુનાગઢ 1, સાબરકાંઠા 0, કચ્છ 1, પંચમહાલ 1, અમરેલી 1, ભરૂચ 1, મહેસાણા 2, બનાસકાંઠા 1, ખેડા 0, આણંદ 1 , ભાવનગર કોપોરેશન 1, રાજકોટ 0, પોરબાંદર 0, જામનગર કોપોરેશન 2, નવસારી 0, વલસાડ 0, દેવભૂમી દ્વારકા 0, અરવલ્લી 0, પાટણ 1, ગાંધીનગર કોપોરેશન 0, જામનગર 0, ગીર સોમનાથ 0, ભાવનગર 1, મહીસાગર 1, ગાંધીનગર 0, દાહોદ 2, સુરેન્દ્રનગર 0, નર્મદા 0,  અમદાવાદ 0, છોટા ઉદેપુર 0, મોરબી 0, તાપી 0, બોટાદ 0 અને ડાંગમાં 1  મોતનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં આજે 26 મે ના દિવસે 2,19,913 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. આજે થયેલા રસીકરણમાં 4014 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 6289 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 80,218 લોકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 17,011 લોકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,12,381 લોકોને રસીનો પ્રથમ ડોઝ લગાવવામાં આવ્યો છે.