×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Corona cases: રાજ્યમાં આજે 1681 નવા કેસ, 18નાં મોત, 2 લાખથી વધુ લોકોનું થયું રસીકરણ

ગાંધીનગર, 31 મે 2021 સોમવાર

રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ ઘટી રહ્યું છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1681 નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીનાં મોત થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9833 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 4,721 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 7,66,991 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 32345 પર પહોંચ્યો છે. જેમાંથી 496 દર્દી વેન્ટિલેટર પર અને 31849 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.79 ટકા છે.  

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કેસની વિગત આ પ્રમાણે છે જેમકે અમદાવાદ કોપોરેશન 264, વડોદરા કોપોરેશન 212,   સુરત કોપોરેશન 155,   વડોદરા 115,રાજકોટ કોર્પોરેશન 82,  પોરબંદર 71, જુનાગઢ 70,   સુરત 62,  ગીર સોમનાથ 45, રાજકોટ 45, નવસારી 44,  જામનગર કોર્પોરેશન 43, ભરૂચ 41, આણંદ 36, પંચમહાલ 34, ખેડા 33, વલસાડ 32, બનાસકાંઠા 30, કચ્છ 30, અમરેલી 28, દેવભૂમિ દ્વારકા 22, જામનગર 22,  સાબરકાંઠા 21,  જૂનાગઢ કોર્પોરેશન 15, મહેસાણા 17, અરવલ્લી 13,   ભાવનગર કોર્પોરેશન 12,  ગાંધીનગર કોર્પોરેશન 12, મહીસાગર 12, ભાવનગર 10, પાટણ 10, ગાંધીનગર 9, અમદાવાદ 6, દાહોદ 6,  છોટા ઉદેપુર 5, સુરેન્દ્રનગર 5, નર્મદા 4,  તાપી 4, મોરબી 1 બોટાદ 0 અને ડાંગમાં 0 કેસનો સમાવેશ થાય છે. 

રાજ્યમાં આજે કુલ 18 મોત નોંધાયા છે. જેમાં અમદાવાદ કોપોરેશન 4, વડોદરા કોપોરેશન 2,   સુરત કોપોરેશન 1,   વડોદરા 1,રાજકોટ કોર્પોરેશન 0,  પોરબંદર 0, જુનાગઢ 0,   સુરત 1,  ગીર સોમનાથ 0, રાજકોટ 0, નવસારી 0,  જામનગર કોર્પોરેશન 1, ભરૂચ 0, આણંદ 0, પંચમહાલ 1, ખેડા 0, વલસાડ 0, બનાસકાંઠા 1, કચ્છ 0, અમરેલી 0, દેવભૂમિ દ્વારકા 0, જામનગર 1,  સાબરકાંઠા 1,  જૂનાગઢ કોર્પોરેશન 0, મહેસાણા 1, અરવલ્લી 0,   ભાવનગર કોર્પોરેશન 1,  ગાંધીનગર કોર્પોરેશન 0, મહીસાગર 1, ભાવનગર 1, પાટણ 0, ગાંધીનગર 0, અમદાવાદ 0, દાહોદ 0,  છોટા ઉદેપુર 0, સુરેન્દ્રનગર 0, નર્મદા 0, તાપી 0, મોરબી 0 બોટાદ 0 અને ડાંગમાં  0  મોતનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે કુલ 2,00,317 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે. જેમાં 4701 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 3071 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 54,406 લોકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 25,758 લોકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,12,381 લોકોના પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે.