×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Corona cases: રાજ્યમાં આજે નવા 3794 કેસ, 53 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 9576

નવી દિલ્હી, 23 મે 2021 રવિવાર

ગુજરાતમાં કોરોનાનાં કેસમાં થઇ રહેલો સતત ઘટાડો સરકાર અને લોકોને હાશકારો આપનારો છે, રાજ્યમાં આજે કોરોનાનાં 3794 કેસો નોંધાયા છે. જ્યારે 53 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 9576 થયો છે, 8734 દર્દીઓ સાજા પણ થયા છે, જ્યારે કુલ 7,03,760 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 7,84, 219 પર પહોંચ્યો છે. 

રાજ્યનો કોરોના રિકવરી રેટ વધીને 89.26 ટકા પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 80 હજારથી ઘટીને 75,134 પર પહોંચી છે. જેમાં 652 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 74,482 દર્દીઓની હાલત સ્થિર છે.  

રાજ્યનાં વિવિધ જિલ્લા અને શહેરોમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ શહેરમાં 545, વડોદરા શહેરમાં 367, સુરત શહેરમાં 284, રાજકોટ શહેરમાં 178, જામનગર શહેરમાં 102 કેસ નોંધાયા છે.આ ઉપરાંત સુરતમાં 161, વડોદરામાં 131, સાબરકાંઠામાં 130, આણંદમાં 125, રાજકોટમાં 125, પંચમહાલમાં 105, બનાસકાંઠામાં 99, મહેસાણામાં 99, પોરબંદરમાં 88, કચ્છમાં 87, ખેડામાં 85, પાટણમાં 84, ભરૂચમાં 82, અમરેલીમાં 81, જુનાગઢ શહેરમાં 68, ભાવનગર શહેરમાં 69 કેસ નોંધાયા છે. દેવભુમી દ્વારકા 58, જામનગર 54, નર્મદા 51, નવસારી 48, ભાવનગર 47, મહિસાગર 46, વલસાડ 44, ગીર સોમનાથ 42, ગાંધીનગરમાં 41 આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં 40 કરતા ઓછા કેસ નોંધાયા છે. 

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે 1,68,248 લોકોને વેક્સિન આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં 1,53,83,860 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે, આજે કુલ 1957 ફ્રન્ટલાઇન વર્કર્સને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 3890 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના 1,07,609 લોકોને પ્રથમ અને 15456 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 39336 યુવાનોને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.