×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Corona cases: રાજ્યમાં આજે કોરોનાના 1561 નવા કેસ, 22 મૃત્યુ, રિકવરી રેટ 95.21 ટકા

ગાંધીનગર, 1 જુન 2021 મંગળવાર

ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, આજે 1561 નવા કેસ નોંધાયા છે, અને 22 દર્દીનાં મોત થયા છે. તે સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 9855 થયો છે, રાજ્યમાં આજે 4869 દર્દીઓને રજા આપવામાં આવ છે, રાજ્યમાં અત્યાર સુધી 7,71,860 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે, રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 29015 પર પહોંચ્યો છે. જેમાંથી 472 દર્દી વેન્ટિલેટર પર અને 28543 દર્દીઓની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.21 ટકા છે.  

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોપોરેશન 256, સુરત કોપોરેશન 172, વડોદરા કોપોરેશન 172, વડોદરા 106,રાજકોટ કોર્પોરેશન 86,  સુરત 80,  જુનાગઢ 68, ભરુચ 47, ગીર સોમનાથ 45, અમરેલી 42, રાજોકટ 42,  જામનગર કોર્પોરેશન 41, નવસારી 32, કચ્છ 30, પંચમહાલ 29, આણંદ 25, ખેડા 25, વલસાડ 25, મહેસાણા 24,  જૂનાગઢ કોર્પોરેશન 22, સાબરકાંઠા 20, બનાસકાંઠા 19, જામનગર 19, ભાવનગર 15, અરવલ્લી 14, પાટણ 14,  ભાવનગર કોર્પોરેશન 13, દેવભૂમિ દ્વારકા 11,  ગાંધીનગર કોર્પોરેશન 11, પોરબંદર 11, દાહોદ 10, મહીસાગર 10, અમદાવાદ 6, ગાંધીનગર 6, નર્મદા 4, મોરબી 3, તાપી 3, બોટાદ 1,  છોટા ઉદેપુર 1, સુરેન્દ્રનગર 1 અને  ડાંગમાં 0 કેસ સાથે કુલ 1561 નવા કેસ નોંધાયા છે. 

રાજ્યમાં આજે કુલ 22 દર્દીઓનાં કોરોનાથી મોત થયા છે, જેંમાં અમદાવાદ કોપોરેશન 5, સુરત કોપોરેશન 2, વડોદરા કોપોરેશન 2, વડોદરા 1,રાજકોટ કોર્પોરેશન 1,  સુરત 1,  જુનાગઢ 1, ભરુચ 0, ગીર સોમનાથ 1, અમરેલી 0, રાજોકટ 1,  જામનગર કોર્પોરેશન 2, નવસારી 0, કચ્છ 0, પંચમહાલ 1, આણંદ 0, ખેડા 0, વલસાડ 0, મહેસાણા 1,  જૂનાગઢ કોર્પોરેશન 0, સાબરકાંઠા 0, બનાસકાંઠા 1, જામનગર 0, ભાવનગર 1, અરવલ્લી 0, પાટણ 0,  ભાવનગર કોર્પોરેશન 0, દેવભૂમિ દ્વારકા 1,  ગાંધીનગર કોર્પોરેશન 0, પોરબંદર 0, દાહોદ 0, મહીસાગર 0, અમદાવાદ 0, ગાંધીનગર 0, નર્મદા 0, મોરબી 0, તાપી 0, બોટાદ 0,  છોટા ઉદેપુર 0, સુરેન્દ્રનગર 0 અને  ડાંગમાં 0 મોત થયું છે. 

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે કુલ 1,96,793 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 4480 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 5489 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 48,206 લોકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 28,413 લોકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,10,205 લોકોના પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે.