×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, નવી શિક્ષણ નીતિ પર થશે ચર્ચા

Image : CMO Twitter

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠક સવારે 10 વાગ્યે યોજાશે. નવી શિક્ષણનીતીના મુદ્દે થઈ શકે છે ચર્ચા. ગુજરાતમાં ધોરણ 1માં વય મર્યાદાને લઈને પણ ચર્ચા થઈ શકે છે. ધોરણ 1ના પ્રવેશમાં વય મર્યાદા 6 વર્ષ રાખવાનો મુદ્દો કેન્દ્ર સ્થાને છે. ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં નવી ભરતી અંગે પણ આ બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે. આ ઉપરાંત જી-20ના આયોજન અંગે પણ વાતચીત થઈ શકે છે. 

ધોરણ 1માં પ્રવેશ અંગે થઈ શકે છે નિર્ણય 

ગુજરાતમાં રાજ્યમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વિવિધ મુદ્દે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં રાજ્યમાં નવી શિક્ષણ નીતિના મુદ્દે ચર્ચા થશે. આ બેઠકમાં ખાસ ગુજરાત રાજ્યમાં ધોરણ 1માં પ્રવેશ માટેની મર્યાદા અંગે પણ ચર્ચા થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો કેન્દ્રસ્થાને હતો આજે આ બેઠકમાં નિર્ણય આવી શકે છે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે રાજ્યમાં ધોરણ 1માં પ્રવેશ માટે 1 જૂન 2023ના રોજ ઓછામાં ઓછી 6 વર્ષની જેની ઉંમર હોય તેવા જ વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવશે.   6 વર્ષની વયનો આ નિયમ જાળવી રાખવો કે બદલવો તે અંગે આજે નિર્ણય કરવામાં આવી શકે છે.