×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Chandrayaan-3ની સફળતા વચ્ચે ISROને ચંદ્રયાન-4 માટે મળી શકે છે મંજૂરી, આ મિશન કેટલું અલગ હશે?

ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર Chandrayaan-3ની સફળ લેન્ડિંગ ભારત અને દુનિયા માટે અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે. આ સફળતા જ્યાં ભારતના ચંદ્રમિશન કાર્યક્રમને આગામી તબક્કા તરફ લઈ જશે જેમાં ચંદ્ર પર પહોંચી ત્યાંના નમૂના લઈને પાછા પૃથ્વી પર આવવાનું સામેલ છે. જ્યારે અમેરિકાના આર્ટેમિસ-3 મિશનનું માર્ગદર્શન કાર્યક્રમ પણ કરશે. ત્રીજું આ મિશન ચંદ્રના ઘણા રહસ્યો પરથી પરદો હટાવી શકે છે. 

સૂત્રોએ આપી આ માહિતી 

સૂત્રોના જણાવ્યાનુસાર ઈસરોના વૈજ્ઞાનિકોને જલદી જ  ચંદ્રયાન-4 માટે પરવાનગી મળી શકે છે. તેમાં ભારત ચંદ્રવિજય અભિયાનમાં વધુ એક પગલું આગળ વધારશે. તેમાં ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ બાદ રોવરને પાછું ધરતી પર લાવવાના પ્રયાસો રહેશે. એટલે કે રોવર નમૂના લઈને પૃથ્વી પર પરત આવશે. 

અમેરિકા, ચીન, રશિયા જેવા દેશોને પાછળ છોડી દીધા 

Chandrayaan-3ની મદદથી ભારતે ચંદ્રના એ ભાગમાં સોફ્ટ લેન્ડિંગ કરી સફળતા મેળવી છે જ્યાં અત્યાર સુધી ચંદ્ર પર વિજય મેળવનારા અમેરિકા, રશિયા અને ચીનના અભિયાન પણ સફળ થયા નથી પણ જોકે આ ત્રણેય દેશોની વાત કરીએ તો તેઓ તેમના મિશનને ચંદ્ર પર મોકલી નમૂના લઈને પાછા ધરતી પર પરત આવવામાં સફળ થઈ ચૂક્યા છે.