CDS બિપિન રાવતનું પાર્થિવ શરીર તેમના આવાસ ખાતે લાવવામાં આવ્યું, બ્રિગેડિયર એલએસ લિડ્ડર પંચતત્વમાં વિલીન

CDS બિપિન રાવતનું પાર્થિવ શરીર તેમના આવાસ ખાતે લાવવામાં આવ્યું, બ્રિગેડિયર એલએસ લિડ્ડર પંચતત્વમાં વિલીન


– કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 10:00 કલાકે સીડીએસ બિપિન રાવતના આવાસ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા

નવી દિલ્હી, તા. 10 ડિસેમ્બર, 2021, શુક્રવાર

તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા તમામ 13 લોકોને આજે અંતિમ વિદાય આપવામાં આવશે. તે તમામના સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શુક્રવારે સવારે 11:00થી 12:30 વાગ્યા સુધી સામાન્ય નાગરિકો રાવત દંપતીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી શકશે. ત્યાર બાદ બપોરે 12:30થી 01:30 વાગ્યા સુધી સૈન્ય અધિકારીઓ શ્રદ્ધાંજલિ આપવા આવશે. બાદમાં બપોરે 2:00 કલાકે તેમના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે દિલ્હીના કેન્ટ બરાડ ચોક લઈ જવામાં આવશે. 

બ્રિગેડિયર એલએસ લિડ્ડર પંચતત્વમાં વિલીન

દિલ્હી કેન્ટના બરાર સ્ક્વેર ખાતે બ્રિગેડિયર એલએસ લિડ્ડરને અંતિમ વિદાય આપવામાં આવી. તેમણે તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, એનએસએ અજીત ડોભાલ અને ત્રણેય સેનાઓના પ્રમુખોએ બ્રિગેડિયર લિડ્ડરને શ્રદ્ધાંજલિ આપી હતી. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 10:00 કલાકે સીડીએસ બિપિન રાવતના આવાસ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 11:00 કલાકે શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચશે. 

Share: