×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CBSE બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર, 99.37% વિદ્યાર્થીઓ પાસ


- વિદ્યાર્થીઓ પોતાનું સીબીએસઈ બોર્ડ રિઝલ્ટ ડિજિલોકર, ઉમન્ગ એપ અને અન્ય પ્લેટફોર્મ પર પણ જોઈ શકશે

નવી દિલ્હી, તા. 30 જુલાઈ, 2021, શુક્રવાર

આજે સીબીએસઈ બોર્ડના 12મા ધોરણના લાખો વિદ્યાર્થીઓની પ્રતિક્ષાનો અંત આવ્યો છે. બોર્ડ દ્વારા રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ પર રિઝલ્ટ લિંક એક્ટિવ કરી દેવામાં આવી છે. આ વર્ષે 12મા ધોરણમાં 99.37% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે 99.67% વિદ્યાર્થીનીઓ અને 99.13% વિદ્યાર્થીઓ પાસ થયા છે. દિલ્હી પ્રાંતમાં આ વર્ષે 99.84% વિદ્યાર્થીઓ પાસ થયા છે. 

સરકારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ કરી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતનું રિઝલ્ટ ઈન્ટરનલ માર્કિંગ અને સીબીએસઈ દ્વારા નિર્ધારિત ફોર્મ્યુલા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. 

સુપ્રીમ કોર્ટે 12મા ધોરણનું રિઝલ્ટ જાહેર કરવા માટે 31 જુલાઈ સુધીની ડેડલાઈન નક્કી કરી હતી. આ કારણે બોર્ડે 10મા ધોરણની પહેલા 12મા ધોરણનું પરિણામ જાહેર કરી દીધું છે. બોર્ડે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, એક વારમાં એક જ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. આ કારણે 10મા ધોરણના પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓએ હજુ વધારે સમય રોકાવું પડશે. 

વિદ્યાર્થીઓ પોતાનું સીબીએસઈ બોર્ડ રિઝલ્ટ ડિજિલોકર, ઉમન્ગ એપ અને અન્ય પ્લેટફોર્મ પર પણ જોઈ શકશે. રિઝલ્ટ ચેક કરવા માટે વિદ્યાર્થીઓનો રોલ નંબર ડાઉનલોડ કરવાની લિંક પણ એક્ટિવ કરી દેવામાં આવી છે. તે સિવાય વિદ્યાર્થીઓને પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા રિઝલ્ટ મળી જશે.