×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Budget Live: આમ આદમીના સ્વાસ્થ્ય માટે આત્મનિર્ભર હેલ્થ યોજનાનું એલાન

નવી દિલ્હી, તા. 2 ફેબ્રુઆરી 2021, સોમવાર

Union Budget 2021 Live Update


આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનું એલાન
નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનું એલાન કર્યુ. સરકાર તરફથી 64180 કરોડ રૂપિયા તેના માટે ફાળવવામાં આવ્યા છે અને સ્વાસ્થ્યના બજેટને વધારવામાં આવ્યું છે. આ સાથે જ સરકાર તરફથી WHOના સ્થાનિક મિશનને ભારતમાં લોન્ચ કરવામાં આવશે.


અમૃત યોજનામાં આટલા કરોડ રૂપિયા ફાળવ્યા
નાણા મંત્રી નિર્મલા સીતારમણે સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવાનું એલાન કર્યુ. જે અંતર્ગત શહેરોમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે, તેના માટે 2,87,000 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા. તેની સાથે જ નાણા મંત્રી તરફથી મિશન પોષણ 2.0નું એલાન કરવામાં આવ્યું છે.


નાણામંત્રી નિર્મલા સીતારામન સોમવારે બજેટ રજૂ કરી રહ્યાં છે. આ બજેટમાં કોરોના મહામારીથી પીડિત સામાન્ય માણસને રાહત આપવામાં આવશે તેમજ સ્વાસ્થ્ય સેવાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પડોશી દેશો સાથે તંગદિલી વધવાની સાથે સંરક્ષણ વધુ ખર્ચ કરીને સરકાર આિર્થક સુધારાઓને આગળ વધારવા પર ધ્યાન આપશે તેવી આશા રાખવામાં આવે છે. 

બીજી બાજુ બજેટના આગલા દિવસે જ સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. બજેટ પૂર્વે કેન્દ્રની તીજોરી છલકાઈ હોય તેમ જાન્યુઆરી 2021માં સરકારનું જીએસટી કલેક્શન વિક્રમી રૂ. 1.20 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે તેમ સરકારે રવિવારે જણાવ્યું હતું.

જાન્યુઆરી 2020ની સરખામણીમાં સરકારની જીએસટી આવક રૂ. 10 હજાર કરોડ વધી છે. જીએસટી કલેક્શનનો અગાઉનો વિક્રમ ડિસેમ્બર 2020માં 11.6 ટકાના અનપેક્ષિત ઉછાળા સાથે જીએસટી કલેક્શન રૂ. 1.15 લાખ કરોડ થયું હતું.


કોંગ્રેસ સાંસદે બજેટના વિરોધમાં કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો
કોંગ્રેસ સાંસદ ગુરજીત ઔઝલા સંસદમાં કાળા કપડા પહેરીને આવ્યા છે. કોંગ્રેસે રાષ્ટ્રપતિના અભિભાષણના પણ બહિષ્કાર કર્યો હતો. હવે ખેડૂત આંદોલનના મુદ્દે કોંગ્રેસ સાંસદ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.


બજેટ પહેલા શેર બજારમાં રોનક જોવા મળી
દેશનુ બજેટ 2021-22 રજૂ થયા પહેલા સોમવારે શેર બજારોમાં રોનક રહી. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનુ સેન્સેક્સ લગભગ 400 અંકના વધારાની સાથે 46,617.95 અંક પર ખુલ્યુ જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જની નિફ્ટી 13,758.60 અંક પર રહ્યુ.