×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Budget 2023-24: રેલવે માટે 2.4 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું, અત્યાર સુધીનું સૌથી મોટુ બજેટ

નવી દિલ્હી, ,તા. 01 ફેબ્રુઆરી-2023, બુધવાર

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમન આજે બજેટ રજુ કર્યુ. દેશના દરેક તબક્કાના લોકોને આ વર્ષના બજેટથી ખુબ આશા છે. રેલ્વે સેક્ટરને પણ આજે રજુ થનાર બજેટથી ખુબ ઉમ્મીદો રહી છે. વર્ષ 2023-24ના બજેટમાં રેલ્વે માટે પહેલા કરતા વધુ ફંડ અને નવી વંદે ભારત સહિત ઘણાં મોટા એલાન થઈ શકે છે. આ સાથે 2023-24 ના રેલવે બજેટમાં નિર્મલા સીતારમન આજે નવી યોજના માટે 75 હજાર કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. તેમજ ખાનગી ક્ષેત્રેની મદદથી 100 નવી યોજના લાવવાની જાહેરાત કરી હતી. જો કે રેલવેના આ બજેટ અત્યાર સુધી નવી કોઈ ટ્રેન માટે જાહેરાત થઈ નથી

નવી યોજના માટે 75 હજાર કરોડ ફાળવવામાં આવ્યા

ખાનગી ક્ષેત્રેની મદદથી 100 નવી યોજના લાવવામાં આવશે.