×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Budget 2021: બજેટે ખેડુતોને કર્યા નિરાશ, કહ્યું- સરકારે નથી કર્યું કોઇ સમસ્યાનું સમાધાન

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી 2021 સોમવાર

બજેટ 2021થી કેન્દ્ર સરકાર ખેડુતોનો ભરોસો જીતવામાં નિષ્ફળ રહી છે, મોટાભાગનાં ખેડુતોએ આ વખતનાં બજેટમાં ખેડુતો માટે કરાયેલી ઘોષણાઓને અપુરતી બતાવી અને કહ્યું કે સરકાર તે મુળ મુદ્દાઓને સ્પર્શવામાં નિષ્ફળ રહી જેને લઇને ખેડુતો રસ્તા પર આવ્યા છે.

સરકારે ખેત ઉત્પાદનોની ખરીદી MSP પર કરવા માટે કોઇ મજબુત આશ્વાસન આપ્યુ નથી, જેના કારણે ખેડુતોને ઘણો આઘાત લાગ્યો છે, ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમન્વય સમિતિનાં નેતા ડોક્ટર સુનિલમએ જણાવ્યું કે ખેડુતોની સૌથી મોટી માંગ પાકની ખરીદી લઘુત્તમ સમર્થન મુલ્ય પર કરવામાં આવે, પરતું નાણા પ્રધાને આ અંગે કોઇ ઘોષણા બજેટમાં કરી નથી.  

તેમણે એટલું અવશ્ય કહ્યું કે પાકની ખરીદી પડતર મુલ્યનાં દોઢ ગણી કિંમત પર કરવામાં આવશે, પરંતું આ એકદમ જુઠાણું છે, સરકાર ખેડુતોની પડતર કિંમત ખોટી રીતે નક્કી કરે છે, જેને કારણે ખેડુતોને યોગ્ય મુલ્ય મળી શકતું નથી.

ડોક્ટર સુનિલમે કહ્યું  કે સમગ્ર દેશનાં ખેડુતો 26 નવેમ્બરથી આંદોલન કરી રહ્યા છે, તે લોકો વિવાદિત કૃષિ કાનુનોને પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે, પરંતું સરકાર આવા કોઇ સંકેત આપ્યા નથી,જેના કારણે ખેડુતોમાં એ ભરોસો પેદા થાય કે સરકાર તેમની માંગ પર વિચાર કરવા તૈયાર છે.

તેમણે કહ્યું કે દેશનું બજેટ વસ્તી પ્રમાણે હોવું જોઇએ, દેશમાં ખેડુતોની વસ્તી 65 ટકા છે, પરંતું બજેટમાં તેમને માત્ર 3-4 ટકા જ મળી શકે છે, આ ગરીબ ખેડુતો સાથે સીધો અન્યાય છે.

ખેડુત નેતા પ્રતિભા શિંદેએ પણ બજેટ અંગે ઉંડી નિરાસા વ્યક્ત કરી છે, તેમણે કહ્યું કે સરકાર 23 પાકોની ખરીદીની ઘોષણા કરે છે, પરંતું સત્ય એ છે કે ઘઉં અને અનાજ ને બાકાત રાખતા અન્ય પાકની ખરીદી નામમાત્રમી હોય છે, ઘઉં અને અનાજની ખરીદી પણ એટલી નથી હોતી જેટલી ખેડુતો કરવા માંગે છે, આવી સ્થીતીમાં ખેડુતોને સમગ્ર પાકની ખરીદીની ગેરન્ટી આપ્યા વિના તેમની ભલાઇની વાત કરવી તે ખરેખર તેમની સાથે અન્યાય કરવા બરાબર છે.