×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Budget 2021 : ડિસઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી 1.75 લાખ કરોડની કમાણી કરવાનો સરકારનો લક્ષ્ય

- આવનારા આર્થિક વર્ષની અંદર સરકાર LIC, BPCL અને Air India માંથી પોતાની ભાગીદારી વેચી શકે છે

નવી દિલ્હી, તા. 1 ફેબ્રુઆરી 2021, સોમવાર

કેન્દ્ર સરકાર દ્વારા 2021-22ના આર્થિક વર્ષ માટે જે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેને લઇને હવે વિશ્લે।ણ શરુ થયા છે. અર્થશાસ્ત્રીઓ સરકારના  બજેટને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકાર દ્નારા આ વર્ષે ટેક્સમાં કોઇ સીધી રાહત નથી આપી. મોદી સરકારના આ બજેટ પરથી સ્પષ્ટ થયું છે કે તેઓ ડિસઇન્વેસ્ટમેન્ટ માટે જોર લગાવી રહ્યા છે.

બજેટ ભાષણ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીમારમને ઘોષણા કરી છે કે સરકારે 2021-22ના વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી 1.75 લાખ કરોડની કમાણી કરવા માંગે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આવનારા આર્થિક વર્ષની અંદર સરકાર LIC, BPCL અને Air India માંથી પોતાની ભાગીદારી વેચી શકે છે.

તો બીજી તરફ હાલના દિવસોમાં મોદી સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ નીતિને લઇને વિપક્ષ દ્વારા ભારે ટીકા કરવામાં આવે છે. તેવામાં બજેટમાં નાણા મંત્રીના એલાન બાદ એવી શક્યતા પુરેપુરી છે કે નજીકના સમયમાં લઆઇસીનો આઇપીઓ લોન્ચ કરવામાં આવશે. આ સિવાય શેરબજારમાં તેજીને ધ્યાનમાં રાખીને CPSE માં જે સરકારની ભાગીદારી છે તેને Offer for Sale ના માધ્યમથી ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી શકે છે. આ સિવાય અન્ય કંપનીઓના શેર પણ સરકાર વેચી શકે છે.

ગયા બજેટમાં નાણા મંત્રીએ ડિસઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી 2.1 લાખ કરોડ રુપિયાની કમાણીનું લક્ષ્ય નક્કી કર્યુ હતું. જો કે કોરોના મહામારીના કારણે મોદી સરકાર ચાલુ આર્થિક વર્ષ દરમિયાન પોતાના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યને પુરુ ના કરી શકી.