×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Biparjoy Effect | ખંભાળીયામાં સૌથી વધુ 5 ઈંચ, 29 તાલુકામાં સરેરાશ 1 ઈંચથી વધુ વરસાદ

image : Pixabay 


જેમ જેમ બિપરજોય વાવાઝોડું નજીક આવતું જઈ રહ્યું છે તેમ તેમ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સરેરાશ 1 ઈંચ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ખંભાળીયામાં તો સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. ભારતના હવામાન વિભાગ દ્વારા હજુ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો 

ગુજરાતના તાલુકાઓ અનુસાર વરસાદની વિગતો પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે છેલ્લા 24 કલાકમાં 29 તાલુકામાં તો એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ ખંભાળીયા તાલુકામાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. બીજી બાજુ  દ્વારકા તાલુકામાં 4, કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

છેલ્લા 24 કલાકમાં ઉપલેટાના જામજોધપુરમાં પોણા ત્રણ ઈંચ, મેંદરડામાં અઢી ઈંચ, જૂનાગઢ તાલુકામાં અઢી ઈંચ, પોરબંદર, વંથલી અને કચ્છના માંડવીમાં બે-બે ઈંચ, સાવરકુંડલા, ભાણવડ, જૂનાગઢ શહેરમાં પોણા બે ઈંચ, ખાંભા, લાલપુર, ધોરાજીમાં પોણા બે ઈંચ, માળીયા હાટીના, ભેંસાણમાં દોઢ દોઢ ઈંચ, તાલાલા, વિસાવદરમાં દોઢ દોઢ ઈંચ,  જામકંડોરણા, વેરાવળ, કેશોદમાં દોઢ દોઢ ઈંચ,  ગીર ગઢડા, કુતિયાણામાં સવા ઈંચ,  રાણાવાવ, રાજુલામાં સવા તથા અબડાસા, જામનગર, ગોંડલમાં એક એક ઈંચ વરસાદ વરસ્યો હતો.