AAP પાર્ટીની તમામ 182 બેઠકોના ઉમેદવારોને રદ કરો, આણંદના હાર્દિક પટેલે જાણો કેમ કરી માંગ

AAP પાર્ટીની તમામ 182 બેઠકોના ઉમેદવારોને રદ કરો, આણંદના હાર્દિક પટેલે જાણો કેમ કરી માંગ

ગાંધીનગર,તા.19 નવેમ્બર-2022, શનિવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય રંગની સાથે વિવાદો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આણંદના એક યુવાને ચૂંટણી પંચમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ ગંભીર ફરીયાદ કરી છે, જેમાં તેણે AAP પાર્ટીની તમામ 182 બેઠકોના ઉમેદવારોને રદ કરવા માંગ કરી છે.

આણંદના યુવાને ચૂંટણી પંચમાં લેખિતમાં ફરિયાદ કરી

આણંદમાં રહેતા હાર્દિક પટેલ નામના યુવાને ચૂંટણી પંચમાં લેખિતમાં ફરિયાદ કરી છે, જેમાં આમ આદમી પાર્ટીનો ઉલ્લેખ કરાયો છે. ફરિયાદમાં હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીના મેન્ડેટમાં ઘણી બધી ક્ષતિઓનો દાવો કર્યો છે. એટલું જ નહીં આ યુવાને પુરાવા સાથે મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. તેણે ફરિયાદમાં આમ આદમી પાર્ટીના 182 બેઠકો પરના મેન્ડેટ ભુલભરેલા હોવાનો દાવો કર્યો છે અને સાથે જ તેણે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોના મેન્ડેટ રદ કરવાની પણ માંગ કરી છે.

Share: