×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

AAPએ વધુ 22 ઉમેદવારો જાહેર કર્યા, યુવરાજસિંહ અને મહિપતસિંહને મળી ટિકિટ

અમદાવાદ, તા. 1 નવેમ્બર 2022, મંગળવાર  

ગુજરાતમાં એકતરફ મોરબી હોનારાતનો આંસુ ઓસર્યા નથી ત્યાં રાજકીય પાર્ટીઓ ફરી વિધાનસભાની ચૂંટણી તરફ નજર માંડી રહી છે. રવિવારની મોરબી હોનારત છતા બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યભરમાં અનેક ઉદ્ધાટન, શિલાન્યાસ અને લોકાર્પણના કાર્યો યથાવત રાખ્યા છે. તો કોંગ્રેસે પોતાની પરિવર્તન સંકલ્પ યાત્રા એક દિવસ પાછી ઠેલવીને આજે 1લી નવેમ્બરથી શરૂ કરી છે તો આમ આદમી પાર્ટીએ મંગળવારે વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર કરતી આઠમું લિસ્ટ બહાર પાડ્યું છે.

ડિસેમ્બર મહિનાની સંભવિત ચૂંટણીના એક મહિના અગાઉ આજે આમ આદમી પાર્ટીએ વધુ 22 ઉમેદવારોની યાદી સાથે આઠમું લિસ્ટ બહાર પાડ્યું છે. આ નવી યાદીમાં 22 ઉમેદવારો સાથે AAPએ વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 108 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. AAP તમામ 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

આમ આદમી પાર્ટીનું આઠમું ઉમેદવારી લિસ્ટ જાહેર


પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા બોટાદમાં આપના વધુ ઉમેદવારો મેદાને ઉતારી દીધા છે. બોટાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી આપની ઉમેદવાર યાદી જાહેર કરી છે. અત્યાર સુધી આપના 86 ઉમેદવારો જાહેર થયા હતા.  

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતો પણ વધી ગઇ છે. જો કે ગુજરાતમાં હજુ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત નથી થઈ એ પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપ-કોંગ્રેસની પહેલા ઉમેદવારોની એક બાદ એક યાદી પણ જાહેર કરી છે.

મહત્વનું છે કે, અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને અવનવી ફ્રી સ્કીમ આપીને લોકોના મત મેળવવાનો અને રિઝવવાનો પ્રયાસમાં લાગેલા છે. આ સપ્તાહે જ 4 નવેમ્બરે આમ આદમી પાર્ટી જો ચૂંટણી જીતશે તો મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેની પણ પબ્લિક ઓપિનિયનને આધારે જાહેરાત કરવા જઈ રહી છે.