×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિશ્વવિખ્યાત મકબરા તાજમહેલમાં બોમ્બ હોવાના સમાચારથી અફરાતફરી, એક્શનમાં આવી ફોર્સ


- સૈનિક ભરતી રદ્દ થવાથી પરેશાન યુવાને કર્યો હતો ફેક કોલ

નવી દિલ્હી, તા. 4 માર્ચ, 2021, ગુરૂવાર

વિશ્વની 7 અજાયબી પૈકીના એક તાજમહેલમાં બોમ્બ હોવાના સમાચાર મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, બાદમાં તે ખોટી માહિતી હોવાનું સામે આવ્યું હતું. તાજમહેલમાં બોમ્બ હોવાની સૂચના મળતા જ તેમાં હાજર પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને બંને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. 

કોઈ અજ્ઞાત વ્યક્તિએ પોલીસને ફોન કરીને બોમ્બ હોવાની માહિતી આપી હતી. બાદમાં પોલીસે તે યુવકને કસ્ટડીમાં લીધો હતો અને તેણે નોકરી ન મળવાથી પરેશાન થઈને આ રીતે હેરાન કર્યા હોવાનું કબુલ્યુ હતું. 

સર્ચ ઓપરેશન

બોમ્બની સૂચના મળતા જ તાજમહેલના પરિસરમાં CISFની ભારે તૈનાતી કરી દેવામાં આવી હતી અને બધી જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. 

આગ્રાના લોહામંડી થાણામાં યુપી પોલીસને કોઈએ બોમ્બ હોવાની સૂચના આપી હતી. ફોન કરીને બોમ્બ અંગે જણાવનારો યુવાન ફિરોજાબાદનો રહેવાસી છે અને સૈનિક ભરતી રદ્દ થવાથી નારાજ થઈને તેણે આ પગલું ભર્યું હતું. પોલીસે નંબર ટ્રેસિંગ દ્વારા તે યુવાનને શોધીને કસ્ટડીમાં લીધો હતો.