×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પશ્ચિમ બંગાળ : 100 ગ્રામ ડ્રગ્સ સાથે ભાજપની મહિલા નેતા પામેલા ગોસ્વામીની ધરપકડ

કોલકાતા, તા. 19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

એક તરફ પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઇને રાજકિય ઘમાસાણ ચાલી રહ્યું છે. તેવામાં ભાજપના યુવા મોરચાની મહિલા નેતાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ગેરકાયદે ડ્રગ્સ રાખવાના આરોપમાં ભાજપની યુવા મહિલા નેતા પામેલા ગોસ્વામીની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે તેમના મિત્ર અને કથિત રીતે ભાજપ સાથે જ જોડાયેલા પ્રબીર ડેની પણ ધરપકડ કરી છે. 

પોલીસના જણાવ્યા પ્રમાણે પામેલા ગોસ્વામી પોતાની કારમાં 100 કિલો કોકેન લઇને જતી હતી ત્યારે તેની ધરપકડ કરવમાં આવી છે.  તેમના દોસ્ચત પ્રબીર ડેની ધરપકડ કોલકાતાના અલીપુર વિસ્તારમાંથા થઇ છે. જે સમયે પામેલાની ધરપકડ કરવનામાં આવી ત્યારે તેની કારમાં એક સુરક્ષાકર્મી પણ હાજર હતો. કારમાંથી જે કોકેનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેની કિંમત લાખોમાં થાય છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે પોલીસને ઘણા લાંબા સમયથી પામેલાને ડ્રગ્સ લેવાની આદત છે તે વિશે ખબર હતી. સાથે જ ડ્રગ્સની લેવડ દેવડમાં સામેલ હોવાનો શક પમ હતો. ત્યારે આજે પોલીસે ન્યૂ અલીપુર રોડ પર ચેકિંગ દરમિયાન પામેલાને ડ્રગ્સ સાથે પકડી છે.