×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે હોશંગાબાદ શહેર નર્મદાપુરમના નામે ઓળખાશે : મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની જાહેરાત

ભોપાલ, તા. 19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શુક્રવારે મોટી ઘોષણા કરી છે. નર્મદા જયંતીના અવસર પર તેમણે એલાન કર્યુ છે કે હવે હોશંગાબાદનું નામ બદલીને નર્મદાપુરમ કરવામાં આવ્યું છે.  સાથે જ તેમણે અન્ય ઘોષણાઓ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી હોશંગાબાદનું નામ બદલવાની ચર્ચા ચાલી રહી હતી. શાસન, પ્રશાસનના અધિકારીઓ તેના પર કામ કરી રહ્યાહતા. ત્યારે હવે મુખ્યમંત્રીની ઘોષણા સાથે આ ચર્ચા પર પૂર્ણ વિરામ લાગી રહ્યું છે.

હોશંગાબાદનું નામ નર્મદાપુરમ કરવાની જાણકારી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક ટ્વિટ કરીને આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સીધીમાં થયેલા બસ અકસ્માત બાદ મુખ્યમંત્રી ખુદ એક્શનમાં આવ્યા છે ને સતત પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ અવનવી ઘોષણાઓ સાથે જ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી રહ્યા છે. 

સૌથી ખાસ વાત એ છે કે આજે નર્મદા જયંતિના અવસર પર મુખ્યમંત્રી દ્વારા આ ઘોષણા કરાવામાં આવી છે. સાથે જ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની રાહ પર આગળ વધ્યા છે. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ શહેરો અને જગ્યાના નામ બદલવાને કારણે ચર્ચામાં રહ્યા છે. ત્યારે હવે આ ક્રમમાં શિવરાજ સિંહનું નામ પણ જાડાયું છે.