×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાષ્ટ્રપતિના નિર્દેશ બાદ કિરણ બેદીને પોંડિચેરીના ઉપરાજ્યપાલના પદ પરથી દૂર કરાયા

નવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

કિરણ બેદીને પોંડિચેરીના ઉપરાજ્યપલના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. તેમની જગ્યા પર તેલંગણાના રાજ્યપાલ તમિલસાઇ સુંદરરાજનને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નિર્દેશ પ્રમાણે આ કાર્યવાહી કરવામાં આવીવ હોવાનું રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કિરણ બેદીને 29 મે 2016ના રોજ પોંડિચેરીના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પોંડિચેરીની કોંગ્રેસ સરકાર અને કિરણ બેદી વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી વી. નારાયણસ્વામીએ 10 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આગ્રહ કર્યો હતો કે પૂર્વ આઇપીએસ ફિસર કુરણ બેદીને પરત બોલાવી લો. મુખ્યમંત્રે આરોપ લગાવ્યો કે કિરણ બેદી ‘તુગલક દરબાર’ ચલાવી રહ્યા છે.

અહીં એ વાત પણ ઉલ્લેખનીય છે કે પોંડિચેરીમાં એક કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા બાદ ત્યાં કોંગ્રેસ સરકાર લઘુમતિમાં આવી ગઇ છે. પોંડિચેરી વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાનારી છે.