×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપે કરોડોનું ટર્નઓવર ધરાવતાં આ ઉદ્યોગપતિને ગુજરાતમાંથી રાજ્યસભાની ટિકિટ આપી? જાણો વિગત

અમદાવાદ, તા. 16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

ભાજપે ગુજરાતની ખાલી પડેલી બે રાજ્યસભાની સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે રાજ્યસભા માટે રામભાઈ મોકરિયા અને દીનેશ પ્રજાપતિના નામની જાહેરાત કરી છે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ અને અહમદ પટેલના નિધન બાદ રાજ્યસભાની બે સીટો ખાલી થઈ હતી જેના માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

આગામી પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. બંને બેઠકોનું મતદાન અલગ અલગ થશે અને મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે.

કોણ છે રામભાઈ મોકરિયા

ભાજપે રામભાઈ મોકરીયાને પોતાના રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. રામભાઈ મોકરીયા મૂળ પોરબંદર નાં વતની છે અને મારૂતિ કુરિયરનાં માલિક તથા ભાજપના ખૂબ જુના કાર્યકર્તા છે. 2019ની લોકસભા ચૂંટણી માટે તેઓ પોરબદર બેઠક પર પ્રબળ દાવેદાર હતાં પણ પસંદગી થઈ નહોતી.

કોણ છે દિનેશ પ્રજાપતિ

ભાજપે રાજ્યસભાના ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે દિનેશભાઈ પ્રજાપતિ(અનાવાડિયા)ને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. દિનેશ અનાવાડિયા ડિસા ભાજપના આગેવાન છે અને વર્ષોથી સંઘ સાથે જોડાયેલા છે. એટલું જ નહીં, તેઓ ગુજરાત ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ પણ છે.