×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહુલ ગાંધી પર ભાજપના નેતાઓનો પલટવાર, રાહુલ ગાંધીને મંદબુદ્ધિ અને ચીનના પ્રવક્તા ગણાવ્યા

નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

ચીન સાથે થેયેલી સમજૂતી પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર ઉપર મોટો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ  પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર ચીન સામે નમતુ જોખવાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદથી તમમા બીજીપી નેતા રાહુલ ગાંધી પર પલટવાર કરી રહ્યા છે.

કેન્દ્રિય મંચ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધી પર પલટવાર કરીને તેમની માનસિકતા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યં કે મંદબુદ્ધિ પપ્પુજીના કમાલનો કોઇ રસ્તો નથી. તેઓ બીજા કોઇ પાસેથી કોન્ટ્રેક્ટ લઇને દેશને બદનામ કરવામાં અને સેનાનું મનોબળ તોડવામાં લાગ્યા છે. તેમની કિ સારવાર છે નહીં.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં પુછ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ભારતની જમીન ચીનને કેમ આપી દીધી? તેમના આ સવાલ પર ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ પણ કહ્યું કે કોણે જમીન આપી છે તે રાહુલ ગાંધીના દાદને પૂછો. જવાહરલાલ નહેરુને પૂછો. કોણ કાયર છે અને કોણ દેશભક્ત તે દેશના લોકો સારી રીતે જાણે છે.

આ સિવાય ભાજપના સાસંદ રાકેશ સિન્હાએ પણ તેમના પર પલટવાર કરતા કહ્યું કે રાહુલ ગાંધીનું સ્ચર સતત નીચે જઇ રહ્યું છે. જો વડાપ્રધાન કાયર હોય તો જવાબરલાલનહેરુ કોણ હતા. તેમણે 1962માં ચીનને 38 હજાર કિમી જમીન આપી હતી. રાહુલ ગાંધી ચીનના બિનસત્તાવાર પ્રવક્તા બની ગયા છે. સદનમાં તેઓ રક્ષામંત્રીને બરાબર સાંભળતા પણ નથી.