×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાનમાં પણ ભારતીય ખેડૂતોના સમર્થનમાં ટ્રેક્ટર પરેડ નિકળશે : ખાલિસ્તાની આતંકી ગોપાલ સિંહ ચાવલાનું એલાન

નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી 2021, બુધવાર

ભારતમાં ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની ડમાં ખાલિસ્તાની અલગાવવાદીઓ સક્રિય થયા છે. ખેડૂત આંદોલન મારફતે તેઓ પોતાના નાપાક ઇરાદાઓ સફળ કરવાના પ્રયાસમાં લાગ્યા છે. ખાલિસ્તાની આતંકી ગોપાલ સિંહ ચાવલાએ પાકિસ્તાનમાં ટ્રેક્ટર પરેડ યોજવાનું એલાન કર્યુ છે. આ ટ્રેકટ્ર પરેડ ભારતમાં ચાલતા ખેડૂત દોલનના સમર્થનમાં યોજવામાં આવશે. 

ગોપાલ સિંહ ચાવલાનો મુંબઇ હૂમલાના માસ્ટર માઇન્ડ આતંકી હાફિજ સઇદ સાથે નજીકનો સબંધ છે. તેણે આ ટ્રેક્ટર પરેડ ભારતીય ખેડૂતોના સમર્થનમાં છે તેવું પણ લાન કર્યુ છે. ત્યારે વિદેશઈ ધરતી પર તેનું આ નાટક હકીકતમાં ભારત વિરોધી છે. ગોપાલ સિંહ ઉપર પાકિસ્તાની સિક્રેટ એજન્સી આઇએસઆઇના ચાર હાથ છે. 2018ના વર્ષમાં ભારતે પાકિસ્તાનને ગોપાલ ચાવલા સામે સબૂતો આપીને તેના પર કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.

પાકિસ્તાનમાં ટ્રેક્ટર રેલી કાઢવાનું એકમાત્ર લક્ષ્ય ભારતના ખેડૂતોને ઉશ્કેરવાનું છે. ગોપાલ સિંહે આ માટે ક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેણે પોતાની આ ટ્રેક્ટર રોલી માટે સમર્થન માંગ્યું છે. ચાવલાની આ ટ્રેક્ટર રેલી નનાકાન સાહેબથી શરુ થશે અને ભારતીય સીમા નજીક વાઘા બોર્ડર પર પુરી થશે. ચાવલાએ દાવો કર્યો છે કે બ્લૂચિસ્તાન, પેશાવર અને લાહોરથી પણ ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે.