×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતે 150થી પણ વધુ દેશોમાં દવાઓ પહોંચાડીને પોતાની વૈશ્વિક જવાબદારીઓનું નિર્વાહન કર્યું: PM મોદી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2021 ગુરૂવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ World Economic Forumનાં દાવોસ એજન્ડાને સંબોધિત કરી, વડાપ્રધાને કહ્યું  કે આશંકાઓ વચ્ચે હું તમારી સમક્ષ આત્મવિશ્વાસ, સકારાત્મક્તા, અને દુનિયા માટે આશાની સાથે 130 કરોડથી પણ વધું ભારતીયોનો સંદેશ લઇને આવ્યો છું.

ડિઝિટલ માધ્યમથી આ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું માત્ર 12 દિવસમાં ભારતે 23 લાખથી વધુ આરોગ્યકર્મીઓનું રસીકરણ કર્યું છે, તેમણે તક્યું કે આગામી કેટલાક મહિનાઓમાં અમે દેશમાં 30 કરોડ વૃદ્ધો અને અન્ય બીમારીઓથી ગ્રસ્ત લોકોને કોરોના વાયરસની રસી લગાવવાનું લક્ષ્યાંક પ્રાપ્ત કરી લઇશું. 

તેમણે કહ્યું કે આજે ભારત તે દેશોમાં છે, જેણે કોરોનાથી સૌથી વધુ લોકોનો જીવ બચાવ્યો છે, અને જ્યાં કોવિડનાં કેસની સંખ્યા પણ સતત ઘટી રહી છે, ભારત પોતાના નાગરિકોને હવે યુનિક હેલ્થ આઇડી આપવાનું કામ શરૂ કરી રહ્યું છે, તેનાથી તેઓ આરોગ્ય સેવાઓ ઝડપથી મેળવી શકશે.  

આ પ્રસંગે તેમણે ભારતમાં નિર્મિત બે કોરોના વેક્સિન કોવૈક્સીન અને કોવિશીલ્ડનો પણ ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યું કે જ્યારે દુનિયાભરમાં હવાઇ સેવાઓ બંધ હતી ત્યારે ભારતે 150થી પણ વધુ દેશોમાં જરૂરી દવાઓ પહોંચાડીને પોતાની વૈશ્વિક જવાબદારીઓનું નિર્વાહન કર્યું.

તેમણે  જણાવ્યું કે અર્થતંત્રને સારૂ બનાવવા માટે ભારતે અનેક સુધારાઓ કર્યા છે, જેની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. સરકારે ઉત્પાદન વધારવા માટે ઘણા પગલા લીધા છે, નવા ઉત્પાદક યુનિટ સ્થાપવા માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 15 ટકા કરી દીધો છે, જીએસટી દરમાં પણ ઘટાડો કર્યો છે, ટેક્સ સિસ્ટમ સરળ બનાવી છે.