×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે દિલ્હીમાં ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર પરેડ, 1લીએ સંસદ તરફ કૂચ


ખેડૂતોએ પરેડમાં દારૂ, હથિયાર, ભડકાઉ પોસ્ટરો રાખવા પર પ્રતિબંધ મુક્યો, એક ટ્રેક્ટર પર પાંચ જ બેસી શકશે

નવી દિલ્હી, તા. 25 જાન્યુઆરી, 2021, સોમવાર

દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં 26મી જાન્યુઆરીએ દેશના અનેક રાજ્યોમાંથી આવેલા ખેડૂતોની એક વિશાળ ટ્રેક્ટર પરેડ યોજાવા જઇ રહી છે. જેને પગલે રાજધાનીમાં અનેક સૃથળે સુરક્ષા વધારી દેવામાં આવી છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ સહિતના રાજ્યોના ખેડૂતો હાલ દિલ્હીમાં આ ટ્રેક્ટર પરેડની તૈયારીમાં લાગી ગયા છે.

સાથે જ ખેડૂતોએ અન્ય એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે અમે પહેલી ફેબુ્રઆરીએ બજેટ રજુ થશે તે જ દિવસે સંસદ તરફ કુચ કરવાનું એલાન કરી દીધુ છે. ટ્રેક્ટર પરેડની જાણકારી આપતા ખેડૂતો સાથે સામેલ યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે 26મીએ સવારે 9 કલાકે દિલ્હીમાં નક્કી કરાયેલા રસ્તાઓ પર ખેડૂતો એક વિશાળ ગણતંત્ર પરેડ કાઢશે.

દિલ્હીની બધી જ સરહદોએ ધરણા પર બેઠેલા ખેડૂતો ઉપરાંત હરિયાણા, પંજાબ સહિતના રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે અને તેઓ સવારે નવ વાગ્યે ટ્રેક્ટર પરેડ કાઢશે. જ્યારે ક્રાંતિકારી કિસાન યુનિયનના નેતા દર્શન પાલે કહ્યું હતું કે પહેલી ફેબુ્રઆરીએ સંસદ તરફ કુચ કરવામાં આવશે. અને આ રેલીના આયોજનની ચર્ચા 28મી તારીખની બેઠકમા કરવામાં આવશે.

પાલે કહ્યું કે અમે પહેલી ફેબુ્રઆરીએ જ્યારે સંસદમાં બજેટ રજુ થતું હશે તે જ દિવસે પગપાળા જ દિલ્હીના અલગ અલગ સૃથળોએથી સંસદ તરફ કુચ કરીશું. આ માર્ચ શાંતિપૂર્ણ રહેશે. બીજી તરફ 26મીની પૂર્વ સંધ્યાએ દિલ્હીની આસપાસના રોડ રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો. બહુ જ મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઇને દિલ્હી પહોંચી રહ્યા છે.

જેને પગલે દિલ્હી-અમૃતસર, દિલ્હી-મેરઠ, દિલ્હી-જયપુર હાઇવે પર જામ જોવા મળ્યો હતો. મહિલાઓ પર ટ્રેક્ટર ચલાવીને દિલ્હી પહોંચી રહી છે. ચંડીગઢથી દિલ્હી ટ્રેક્ટર લઇને આવેલી મહિલા ખેડૂત રીતુ રાણીએ કહ્યું હતું કે હું મારા બાળકોને ખેડૂતોની આ અનોખી પરેડ દેખાડવા માટે સાથે લાવી છું. 

દરમિયાન ખેડૂતોએ પરેડને ધ્યાનમાં રાખીને એક વિશેષ ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં તેઓએ કહ્યું છે કે ખેડૂતો પાસે હિથયાર અને દારૂ નહીં રાખી શકે, ભડકાઉ સંદેશ વાળા બેનરો નહીં ચલાવાય, ખેડૂત નેતાઓ કારમાં સૌથી પહેલા આગળ ચાલશે, રેલી દરમિયાન લોક સંગીત તેમજ દેશભક્તિના ગીતો વગાડવામાં આવશે, પ્રત્યેક ટ્રેક્ટર પર માત્ર પાંચ જ લોકો સવાર થઇ શકશે. પરેડ શરૂ કરવા માટે ત્રણ સૃથળો નક્કી કરાયા છે તેમાં સિંધૂ, ટીકરી તેમજ ગાઝીપુર બોર્ડરનો સમાવેશ થાય છે. 

કૃષિ કાયદાઓથી ખેડૂતોને ફાયદો થશે : રાષ્ટ્રપતિ કોવિંદ

નવી દિલ્હી, તા. 25

હાલ ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં વિશાળ ટ્રેક્ટર પરેડ કાઢી રહ્યા છે ત્યારે બીજી તરફ પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ  રાષ્ટ્રપતી રામનાથ કોવિંદે આપેલા ભાષણમાં આ કાયદાના વખાણ કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કૃષિ સુધારાની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી અને તેનાથી ખેડૂતોને ફાયદો થશે. 

તેમણે કહ્યું હતું કે શરૂઆતમાં કૃષિ કાયદાઓને લઇને કેટલીક શંકાઓ હતી, જેને દુર કરવામાં આવી રહી છે. આ કાયદાઓથી ખેડૂતોને ફાયદો થશે. સાથે તેમણે એમ પણ કહ્યું કે દેશના ખેડૂતો, જવાનો અને વૈજ્ઞાાનિકો વિશેષ સન્માનને લાયક છે, એવામાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશ તેમને શુભકામના પાઠવે છે. સાથે જ રાષ્ટ્રપતિએ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના વચનને પણ યાદ કર્યું હતું. રાષ્ટ્રપતિએ સાથે જ કોરોના મહામારી સામે લડનારા કોરોના વોરિયર્સને પણ યાદ કર્યા હતા. ખાસ કરીને ડોક્ટર્સ, હેલૃથ વર્કર, સફાઇકર્મચારીઓને યાદ કર્યા હતા.