×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોલકાત્તામાં વિક્ટોરિયા મેમોરિયલ પહોંચ્યા PM મોદી, મમતા બેનર્જી પણ ઉપસ્થિત રહ્યા

કોલકાત્તા,  23 જાન્યુઆરી 2021 શનિવાર

પશ્ચિમ બંગાળનાં પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતાજી ભવનની મુલાકાત લીધા બાદ હવે નેશનલ લાયબ્રેરી પહોચ્યા છે, કોલકાત્તા પહોંચેલા પીએમ મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતી નિમિત્તે આયોજીત પરાક્રમ દિવસ સમારોહમાં ભાગ લેશે, પીએમ મોદી થોડા સમયમાં જ પરાક્રમ દિવસ કાર્યક્રમને સંબોધિત કરશે, પીએમ મોદીએ શનિવારે સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતિ પર તેમને શ્રધ્ધાંજલી અર્પી અને કહ્યું કે દેશની આઝાદી માટે તેમના ત્યાંગ અને સમર્પણને હંમેશા યાદ કરવામાં આવશે. 

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, મહાન સ્વતંત્રતા સેનાની અને ભારત માતા સાચા સપૂત નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતી પર શત-શત નમન, કૃતજ્ઞ રાષ્ટ્ર દેશની આઝાદી માટે  તેમના ત્યાગ અને સમર્પણને હંમેશા યાદ રાખશે, નેતાજીનો જન્મ 23 જાન્યુઆરીનાં દિવસે ઓડિસાનાં કટકમાં થયો હતો, ભારત સરકાર તેમની જયંતીને પરાક્રમ દિવસ તરીકે મનાવશે તેવી ઘોષણા કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારનાં સંસ્કૃતિ મંત્રાલયએ તેમની 125મી જયંતી પર દેશભરમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. પીએમ મોદી કોલકત્તામાં નેશનલ લાયબ્રેરી પહોંચ્યા ત્યારે તેમની સાથે પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ જગદીપ ધનખડ પણ હાજર છે, રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી તથા તેમની સાથે BJPનાં અગ્રણી નેતાઓ પણ જોડાયા છે.