×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જેટ એરવેઝના નરેશ ગોયલની ધરપકડ, 538 કરોડના કૌભાંડમાં EDની કાર્યવાહી


મની લોન્ડરીંગ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. જેટ એરવેઝના  ચેરમેન નરેશ ગોયલની ધરપકડ કરવામાં આવી છે. 538 કરોડના બેંક ગોટાળામાં નરેશ ગોયલ ની પૂછપરછ બાદ ધરપકડ કરાય છે. આવતીકાલે ED  કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગી શકે છે.

અગાઉ બે વખત તે ED સમક્ષ હાજર થયા ન હતા

અગાઉ બે વખત તે ED સમક્ષ હાજર થયા ન હતા. પરંતુ આજે પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. ગોયલ વિરુદ્ધ EDનો આ કેસ આ વર્ષે મે મહિનામાં નોંધાયેલી CBI FIR પર આધારિત છે. 5 મેના રોજ CBIના અધિકારીઓએ ગોયલના નિવાસસ્થાન અને તેમની ઓફિસ સહિત મુંબઈમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા.

શું છે મામલો?

CBIએ આ દરોડામાં નરેશ ગોયલ અને તેમની પત્ની અનીતા ઉપરાંત પૂર્વ એરલાઈન નિદેશક ગૌરાંગ આનંદ શેટ્ટીના રહેઠાણો અને ઓફિસમાં દરોડા પાડ્યા હતા. જેટ એરવેઝ દ્વારા કેનેરા બેંકમાંથી લગભગ 538 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. CBI FIRમાં જણાવાયું છે કે, 23 નવેમ્બર, 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ જેટ એરવેઝના નરેશ ગોયલ, અનીતા ગોયલ, ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરુંનો આરોપ મૂક્યો હતો.

શા માટે ફસાયા નરેશ ગોયલ?

આ પહેલા ફેબ્રુઆરી 2023માં બોમ્બે હાઈકોર્ટે નરેશ ગોયલ અને તેમની પત્ની વિરુદ્ધ મની લોન્ડ્રિંગ કેસને ફગાવી દીધો હતો. જો કે કોર્ટે કહ્યું હતું કે, કોઇ નવો કેસ સામે આવે તો ED તેની તપાસ કરી શકે છે. હવે EDએ આ કેસમાં કાર્યવાહીની પૂછપરછ બાદ ગોયલની ધરપકડ કરી છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2011  થી 30 જૂન 2019 વચ્ચેની વચ્ચે, કંપનીએ પ્રોફેશનલ અને કન્સલ્ટન્સી ખર્ચમાં 1152 .62 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે કંપનીએ 1152 .62 કરોડ રૂપિયા માંથી 420.43 કરોડ રૂપિયા પ્રોફેશનલ અને કન્સલ્ટન્સીને ખર્ચ માટે ચૂકવ્યા જેમને આવી સેવા સાથે કોઈ લેવાદેવા નથી.