GS SPECIAL : ભારતમાં લગ્ન ચોથો સૌથી મોટો ઉદ્યોગ, જાણો મેરેજમાં ભારતીયો સૌથી વધુ શેની પાછળ કરે છે કેટલો ખર્ચ
ભારતના લોકો તેના જીવનની કમાણીનો અમૂક ટકા હિસ્સો ઘર બનવા અને લગ્ન કરવામાં માટે બચાવતા હોય છે. ભારતમાં પરંપરાગત રીતે લોકો ધામધૂમથી લગ્ન કરે છે. એટલા માટે જ 'The Great Indian Wedding' ભારતનો ચોથા નંબર પર આવતો સૌથી મોટો ઉદ્યોગ છે. વેડિંગ ઇન્ડસ્ટ્રી એક ઉદ્યોગ નથી પરંતુ ઘણા મોટા અને નાના ઉદ્યોગો છે જે તેને બનાવે છે. જો આ ઉદ્યોગ વિશે વાત કરવામાં આવે તો એક અહેવાલ અનુસાર ભારતના લોકોએ ગયા વર્ષે 3.75 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ લગ્ન સાથે જોડાયેલ વિવિધ ઘટકો પાછળ કર્યો છે. વેડિંગ ટેક્નોલોજી પ્લેટફોર્મ વેડિંગવાયર ઇન્ડિયાના ડેટા અનુસાર, 2021ની તુલનામાં 2022માં મેરેજ સર્ચનો ટ્રાફિક 48.48 ટકા વધ્યો હતો.
ડિસેમ્બર લગ્ન માટે સૌથી લોકપ્રિય મહિનો
વેડિંગવાયર ઇન્ડિયાના માર્કેટિંગ હેડ અનમ ઝુબૈરના જણાવ્યા અનુસાર, 2022 એ વર્ષ હતું જેની લગ્ન ઉદ્યોગને મનભરીને કમાણી કરાઇ, ખાસ કરીને છેલ્લા બે વર્ષ અનિશ્ચિત હતા અને રોગચાળાને કારણે ઉદ્યોગ માટે થોડા મર્યાદિત હતા. આ વર્ષે, અમે જોયું કે કેવી રીતે કપલ અને તેમના પરિવારો માટે પ્રાથમિકતામાં ફેરફાર થયો. મહેમાનોની યાદી કરતાં પણ વધારે તો આ એક એવો અનુભવ હતો કે જેના પર તેઓ મોટાભાગનો સમય અને મહેનત કરતા હતા. જો કે, એ નોંધવું રસપ્રદ હતું કે આનાથી નિર્ધારિત બજેટમાં ભાગ્યે જ કોઈ ફરક પડ્યો હતો. ડિસેમ્બર લગ્ન માટે સૌથી લોકપ્રિય મહિનો હતો કારણ કે, 2022માં દર પાંચમાંથી એક લગ્ન 21.5 ટકા, તે જ મહિનામાં થયા હતા. ત્યારબાદ ફેબ્રુઆરી 15.49 ટકાનો નંબર આવે છે. 2 ડિસેમ્બર, 2022, શુક્રવાર લગ્નની સૌથી લોકપ્રિય તારીખ હતી. દિવસોની વાત કરીએ તો, રવિવારનો દિવસ લગ્નનો સૌથી લોકપ્રિય દિવસ હતો, જેમાં 20 ટકા લોકોએ તે દિવસે લગ્ન કરવાનું પસંદ કર્યું હતું.
લગ્ન પર સોશિયલ મીડિયાનું વધતું વર્ચસ્વ
આજના સમયમાં લગ્નમાં પણ આધુનિકતાનો ખ્યાલ જોવા મળે છે. એક ડેટા દર્શાવે છે કે, લગભગ 75% લોકો તેમના લગ્નના પોશાકને કસ્ટમાઇઝ કરવા ઇચ્છે છે. સોશિયલ મીડિયાના ઉદભવને કારણે આ ફેરફાર ઝડપી થયો છે. Instagram પર અંદાજિત 1 બિલિયન વપરાશકર્તાઓ અન્ય લોકોના લગ્નના ફોટા, કસ્ટમ વેડિંગ હેશટેગ્સ અને ઇવેન્ટ સ્થાનોથી પ્રેરિત છે. અત્યારના સમયગાળામાં લગ્નો હેશટેગ્સ વિના અધૂરા છે અને વર અને વરરાજાના ઉપનામ રાખીને લોકો તેની લગ્ન થીમ નક્કી કરે છે.
લગ્ન વિક્રેતાઓની મહીને આટલા ટકા કમાણી વધી
વેડિંગવાયર ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ, 2019 ની સરખામણીમાં 2022 માં તેના લગભગ અડધા લગ્ન વિક્રેતાઓની દર મહિને કમાણી 42.5% વધી છે અને લગ્ન ઉદ્યોગમાં લગભગ 31% વિક્રેતાઓએ તેમના ચાર્જમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. તમામ શ્રેણીઓમાં ઉચ્ચ ઉત્પાદન અને શ્રમ ખર્ચને કારણે આ મોંઘવારી જોવા મળી હતી.
બદલાતા સમય સાથે ડેસ્ટિનેશન વેડિંગ
ભૂતકાળમાં લગ્નો અમૂક સીઝનમાં જ થતા હતા. પરંતુ અત્યારે આ ખ્યાલ તદ્ન બદલાય ગયો છે. હવે લોકો પોતાને અનુકૂળ સમયગાળા પ્રમાણે લગ્નનું આયોજન કરે છે. આ ઉપરાંત પહેલા લગ્નસ્થળ પોતાના વતનમાં જ જોવા મળતું હતું પરંતુ હવે ડેસ્ટિનેશન વેડિંગનો નવો ખ્યાલ સામે આવી રહ્યો છે. બદલતા સમય સાથે ચાલીને હવે લોકો આ ખ્યાલને અપનાવી રહ્યા છે એક અહેવાલ મુજબ લગભગ 80% ભારતીય પરિવારો ઓછા લોકો સાથે ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું પસંદ કરે છે. આ લગ્નો બજેટ ફ્રેન્ડલી પણ હોય છે.
ડેસ્ટિનેશન વેડિંગ માટે ઉદયપુર શ્રેષ્ઠ
ડેસ્ટિનેશન વેડિંગ માટે ઉદયપુર સૌથી વધુ માગ ધરાવતું સ્થળ હતું, ત્યાર બાદ ગોવા અને જયપુરનો ક્રમ આવે છે. સિંગાપોર, અબુધાબી અને ન્યૂયોર્ક સૌથી વધુ ટ્રેક્શન સાથે ટોચના ત્રણ વિદેશી સ્થળો હતા.
2022માં લગ્ન દીઠ સરેરાશ ખર્ચમાં પણ વધારો
લગ્ન કરવાના ઇરાદા સાથે, 2022 માં લગ્ન દીઠ સરેરાશ ખર્ચમાં પણ વધારો થયો. આંકડામાં વધુમાં જાણવા મળ્યું છે કે 2021માં 21 લાખ રૂપિયાની તુલનામાં, લગ્નનો ખર્ચ 2022 માં 33.33 ટકા વધીને 28 લાખ થયો હતો. જો કે, લોકડાઉનના પ્રતિબંધો હટાવવામાં આવ્યા ત્યારે પણ, મહત્તમ પરિવારો ઇચ્છતા હતા કે લગ્નો ધામધૂમથી થાય. 60.21 ટકા યુગલો અને પરિવારો 100 થી ઓછા મહેમાનોને બોલાવીને સાથે લગ્ન કરવા માંગતા હતા અને ફક્ત 13 ટકા લોકોએ 300 થી વધુ મહેમાનોનાં લીસ્ટનું આયોજન કર્યું હતું. પરિવારો લગ્નને વધુ સારા અને યાદગાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
સૌથી વધુ લગ્નનું આયોજન કરનાર શહેરોમાં દિલ્હી ટોચ પર
ડેટા અનુસાર, સૌથી વધુ લગ્નનું આયોજન કરનારા ટોપ 3 શહેરોની યાદીમાં દિલ્હી ટોચ પર છે. બેંગ્લોર અને મુંબઈનો તેના પછી નંબર આવે છે. વર્ષ 2020માં પણ દિલ્હીમાં ભારતમાં સૌથી વધુ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેટામાં એવું પણ બહાર આવ્યું છે કે લખનઉ, જયપુર અને ગુડગાંવ લગ્ન માટે ટોચના ત્રણ ટાયર -2 શહેરો હતા.