×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સપ્ટેમ્બરમાં ચોમાસું ફરી સક્રિય થવાની IMDની આગાહી… 1901 બાદ ઓગસ્ટમાં રેકોર્ડ તૂટ્યો હોવાનું અનુમાન

નવી દિલ્હી, તા.31 ઓગસ્ટ-2023, ગુરુવાર

મેઘરાજા ખૂબ જ રિસાયા હોય તેવી સ્થિતિ ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે. ઘણા દિવસોથી વરસાદ ન પડવાના કારણે ઘણા રાજ્યોમાં અસહ્ય ગરમી પડી રહી છે. બપોરના સમયે બહાર નિકળતા જ ઉનાળા જેવો અહેસાસ થઈ રહ્યો છે... ત્યારે હવામાન વિભાગે વરસાદ અંગે મોટુ અપડેટ આપ્યું છે... હવામાન વિભાગે આજે કહ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ફરી સક્રિય થવાની આગાહી કરી છે. આ કારણે દેશના મધ્ય તેમજ દક્ષિણ ભાગોમાં વરસાદ થશે.

સપ્ટેમ્બરમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની સંભાવના

IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, સપ્ટેમ્બરમાં 167.9 મિમી લાંબા સમયગાળાના સરેરાશ મુજબ 91-109 ટકા વચ્ચે સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. જોકે તેમણે કહ્યું કે, સપ્ટેમ્બરમાં વરસાદ વધુ રહેશે, પરંતુ જૂન-સપ્ટેમ્બરમાં મોસમી વરસાદની સરેરાશ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના છે. તેમણે કહ્યું કે, ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ પડવાની ગતીવીધીઓ પાછળ વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અલ નીનોના વિકાસ સૌથી મહત્વપૂર્ણ કારણ હતું.... હિંદ મહાસાગર ડિપોલમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં સમુદ્રની સપાટીના તાપમાનનું અંતર સકારાત્મક થવાનું શરુ થઈ ગયું છે, જે અલ નીનોની અસરનો મુકાબલો કરી શકે છે.

ભારતમાં 122 વર્ષ બાદ ઓગસ્ટ નબળો રહ્યો

ભારતના હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ભારતમાં 1901 બાદ આ વર્ષે ઓગસ્ટ સૌથી વધુ નબળો રહેવાનું અનુમાન છે. આમ થવાનું સ્પષ્ટ કારણ અલ નીનો સ્થિતિ તીવ્ર હોવાનું પરિણામ છે. મહાપાત્રએ કહ્યું કે, આ વર્ષનું ચોમાસુ 2015 બાદ સૌથી વધુ નબળું હોઈ શકે છે, જેમાં 13 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.