×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત પાસે મંગળ અને શુક્ર સુધી પહોંચવાનું સામર્થ્ય, ISRO ચીફ એસ. સોમનાથની મોટી જાહેરાત


ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથને ચંદ્રયાન-3ની સફળતા પર ગર્વ છે, પરંતુ ઈસરો ફક્ત અહીં અટકવાનું નથી. ચંદ્ર પર ઉતર્યા બાદ મંગળ અને શુક્ર પર જવાની ક્ષમતા પણ આપણી પાસે છે. ISRO વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા માટે તૈયાર છે, બસ અમને આત્મવિશ્વાસ જરૂર છે અને સાથે સાથે વધુ રોકાણની પણ જરૂર છે.

અવકાશ ક્ષેત્રનો વિકાસની સાથે સમગ્ર દેશનો વિકાસ કરવો અમારું લક્ષ્ય 

ઈસરોના ચીફ એસ. સોમનાથે કહ્યું છે કે, ભારત ચંદ્ર પછી મંગળ અને શુક્ર પર જવાની ક્ષમતા ધરાવે છે. ISRO વડાપ્રધાન દ્વારા નિર્ધારિત વિઝનને પૂર્ણ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું, અમારે અમારો આત્મવિશ્વાસ વધારવાની જરૂર છે. આ ઉપરાંત હાલના રોકાણ કરવા વધુ રોકાણની પણ જરૂર પડી શકે છે. અવકાશ ક્ષેત્રનો વિકાસ કરી તેના દ્વારા સમગ્ર દેશનો વિકાસ કરવો, તે અમારું મિશન છે.

23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઊજવામાં આવશે 

પીએમ મોદીએ એવી પણ જાહેરાત કરી હતી કે, ચંદ્ર પર ચંદ્રયાન-3ના ઉતરાણને ચિહ્નિત કરવા 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ ઉપરાંત ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના ટચડાઉન સ્પોટને હવેથી 'શિવ શક્તિ' બિંદુ તરીકે ઓળખવામાં આવશે, જ્યારે ચંદ્રયાન-2 ચંદ્ર લેન્ડિંગ પોઈન્ટને 'તિરંગા' પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે.