×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહિલા રોબો ‘વ્યોમિત્રા’ જશે અવકાશમાં, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહની મોટી જાહેરાત

નવી દિલ્હી, તા.26 ઓગસ્ટ-2023, શનિવાર

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ખાનગી ન્યુઝ ચેનલના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ભારત ગગનયાન મિશનમાં મહિલા રોબોટ “વ્યોમિત્ર” મોકલશે. જિતેન્દ્ર સિંહે કહ્યું કે હવે અમે ઓક્ટોબરના પહેલા કે બીજા સપ્તાહમાં પ્રથમ ટેસ્ટ મિશનનું આયોજન કરી રહ્યા છીએ. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી સિંહે કહ્યું કે આગામી મિશનમાં મહિલા રોબોટ ‘વ્યોમિત્ર’ને અવકાશમાં મોકલવામાં આવશે.

રોગચાળાના કારણે ગગનયાન પ્રોજેક્ટમાં વિલંબ

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ગગનયાન પ્રોજેક્ટમાં રોગચાળાને કારણે વિલંબ થયો હતો. હવે અમે ઓક્ટોબરના પહેલા કે બીજા સપ્તાહમાં પ્રથમ પરીક્ષણ મિશનની યોજના બનાવી રહ્યા છીએ. અવકાશયાત્રીઓને પાછા લાવવું એ તેમને મોકલવા જેટલું જ મહત્વપૂર્ણ છે. જિતેન્દ્ર સિંહે કહ્યું, બીજા મિશનમાં એક મહિલા રોબોટ હશે અને તે તમામ માનવ પ્રવૃત્તિઓની નકલ કરશે. જો બધું બરાબર રહેશે તો અમે આગળ વધી શકીશું. તેમને એ પણ જણાવ્યું કે જ્યારે ચંદ્રયાન-3નું લેન્ડર આખરે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચ્યું ત્યારે તેમને કેટલી રાહત થઈ.

‘...અમે ગભરાઈ ગયા હતા’

જિતેન્દ્ર સિંહે કહ્યું, જે લોકો ઈસરોની ટીમ સાથે નજીકથી સંકળાયેલા છે એમને ખબર છે, અમે ગભરાઈ ગયા હતા. મારી પહેલી ગભરાટની ક્ષણ એ હતી જ્યારે ચંદ્રયાન-3 વ્હીકલ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્રની ભ્રમણકક્ષા માટે નીકળ્યું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક અવકાશયાન લેન્ડ કરનાર ભારત પહેલો દેશ છે અને ભૂતપૂર્વ યુએસએસઆર, યુએસ અને ચીન પછી સફળતાપૂર્વક ચંદ્ર પર લેન્ડર મોકલનાર ચોથો દેશ છે.