69th National Film Awards : બેસ્ટ ફિલ્મ રોકેટ્રી, અલ્લુ અર્જુન બેસ્ટ એક્ટર અને આલિયા-ક્રિતીને બેસ્ટ એક્ટ્રેસ, ગુજરાતી ફિલ્મો પણ છવાઈ

69th National Film Awards : બેસ્ટ ફિલ્મ રોકેટ્રી, અલ્લુ અર્જુન બેસ્ટ એક્ટર અને આલિયા-ક્રિતીને બેસ્ટ એક્ટ્રેસ, ગુજરાતી ફિલ્મો પણ છવાઈ

નેશનલ ફિલ્મ એવોર્ડ ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોને સન્માનિત કરવા માટે દેશના સૌથી પ્રખ્યાત ફિલ્મ પુરસ્કાર સમારોહમાંનો એક છે. આજે 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓના નામની જાહેરાત જ્યુરી સભ્યો દ્વારા કરવામાં આવી છે. આ નામોની જાહેરાત નવી દિલ્હીમાં યોજાનારી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી. નેશનલ ફિલ્મ એવોર્ડ 2023 માટેની આ વખતની જ્યુરી સમિતિમાં યતેન્દ્ર મિશ્રા, કેતન મહેતા, નીરજ શેખર, બસંત સાઈ અને નાનુ ભસીનનો સમાવેશ થયો હતો. આ એવોર્ડ આ વખતે 31 ફીચર, 24 નોન ફીચર, બેસ્ટ રાઈટિંગ આમ 3 કેટેગરીમાં આપવામાં આવ્યો હતો. જે વર્ષ 2021ની ફિલ્મો પર આધારિત હતું.

શ્રેષ્ઠ ફિચર ફિલ્મ રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ
શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ સરદાર ઉધમ
શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ છેલ્લો શો
શ્રેષ્ઠ મિશિંગ ફિલ્મ બૂમ્બા રાઈડ
શ્રેષ્ઠ આસામી ફિલ્મ અનુર
શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ કલ્કોક્કો
શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ 777 ચાર્લી
શ્રેષ્ઠ મૈથિલી ફિલ્મ સમંતર
શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ એકદા કાયજાલાબેસ્ટ
શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ હોમ
શ્રેષ્ઠ ઓડિયા ફિલ્મ પ્રતિક્ષા
શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ ઉપ્પેના
શ્રેષ્ઠ તમિલ ફિલ્મ કદૈસી વિવાસયી
શ્રેષ્ઠ ઈન્વેસ્ટિગેશન ફિલ્મ લુકિંગ ફોર ચલાન
શ્રેષ્ઠ એક્સપ્લોરેશન ફિલ્મ આયુષ્માન
શ્રેષ્ઠ એજ્યુકેશનલ ફિલ્મ સીરપીગલીન સીરપંગલ
શ્રેષ્ઠ શોર્ટ ફંક્શન ફિલ્મ દાળ ભાત (ગુજરાતી ફિલ્મ)
શ્રેષ્ઠ એનિમેશન ફિલ્મ કંડીત્તુંડુ
શ્રેષ્ઠ ફિલ્મ (કૌટુંબિક મુલ્ય) ચંદ સાંસે
શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ એક થા ગાંવ
બેસ્ટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી) અને કૃતિ સેનન (આદિપુરુષ)
બેેસ્ટ એક્ટર અલ્લૂ અર્જુન (પુષ્પા ફિલ્મ)
નરગિસ દત્ત એવોર્ડ કાશ્મીર ફાઈલ્સ
સર્વશ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટર પંકજ ત્રિપાઠી (મિમી)
સર્વશ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટ્રેસ પલ્લવી જોશી (કાશ્મીર ફાઈલ્સ)
સૌથી મનોરંજક ફિલ્મ RRR
બેસ્ટ ડાયરેક્ટર નિખિલ મહાજન, ગોદાવરી
બેસ્ટ પોપ્યુલર ફિલ્મ (લોકપ્રિય ફિલ્મ) RRR
બેસ્ટ સ્ક્રીનપ્લે (Original) શાહી કબીર, નયટ્ટૂ
બેસ્ટ સ્ક્રીનપ્લે (Adapted) સંજય લીલા ભણસાલી & ઉત્કર્ષિની વશિષ્ઠ, ગંગુબાઈ કાઠિયાવાડી
બેસ્ટ સંવાદ લેખક ઉત્કર્ષિની વશિષ્ઠ & પ્રકાશ કાપડિયા, ગંગુબાઈ કાઠિયાવાડી
બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર (સોંગ) દેવ શ્રી પ્રસાદ, પુષ્પા
બેસ્ટ મ્યુઝિક ડિરેેક્શન (બેકગ્રાઉન્ડ મ્યુઝિક) એમ.એમ. કિરાવાની, RRR
બેસ્ટ લિરિક્સ ચંદ્રબોઝ, કોંડા પોલમનું ધમ ધમ ધમ
બેસ્ટ કોરિયોગ્રાફી પ્રેમ રક્ષિત, RRR
બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટ્સ શ્રીનિવાસ મોહન, RRR
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન સરદાર ઉધમ
બેસ્ટ એડિટિંગ ગંંગુબાઈ કાઠિયાવાડી
બેસ્ટ મેક-અપ ગંગુબાઈ કાઠિયાવાડી
બેસ્ટ સ્ટંટ કોરિયોગ્રાફી RRR
બેસ્ટ સિનેમેટ્રોગ્રાફી અવિક મુખોપાધ્યાય, સરદાર ઉધમ
સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ શેરશાહ, વિષ્ણુવર્ધન
બેસ્ટ ચિલ્ડ્રન આર્ટિસ્ટ ભાવિન રબારી, છેલ્લો શો(ગુજરાતી ફિલ્મ)
ઈન્દિરા ગાંધી એવોર્ડ (બેસ્ટ ડેબ્યુ ફિલ્મના ડિરેક્ટર) મેપ્પડિયન, વિષ્ણુ મોહન
બેસ્ટ ફિલ્મ (સામાજિક મુદ્દાઓ પર) અનુનાદ- ધ રેઝોનન્સ
પર્યાવરણ સંરક્ષણ/સંરક્ષણ પરની શ્રેષ્ઠ ફિલ્મ અવસાવ્યુહમ
બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ ગાંધી એન્ડ કંપની (ગુજરાતી ફિલ્મ)
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર કાલ ભૈરવ, આરઆરઆર
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલ, ઈરાવિન નિઝાલ
બેસ્ટ ઓડિયોગ્રાફી (લોકેશન સાઉન્ડ રેકોર્ડિસ્ટ) અરુણ અસોક અને સોનુ કે પી, ચવિટ્ટુ
બેસ્ટ ઓડિયોગ્રાફી (સાઉન્ડ ડિઝાઇનર) અનીશ બાસુ, ઝીલી
બેસ્ટ ઓડિયોગ્રાફી (રિ-રેકોર્ડિસ્ટનું ફાઈનલ મિક્સ ટ્રેક) સિનોય જોસેફ, સરદાર ઉધમ
બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઈનર વિરા કપુર એ, સરદાર ઉધમ

Share: