×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો, 5 દિવસ કોઈ આગાહી નહીં, ખેડૂતો ચિંતામા મૂકાયા


રાજ્યમાં અમદાવાદ સહીત અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાનને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ અગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે.

વરસાદનો વિરામ 

અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આવતા પાંચ દિવસમાં વરસાદની સંભાવના નથી. પરંતુ 24 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ થઇ શકે છે. જે બાદ આવતી કાલથી વરસાદ વિરામ શરુ થાય તેવી સંભાવના છે.

અમૂક વિસ્તારોમાં રહી શકે છે સામાન્ય વરસાદ 

આજે 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આવતી કાલથી દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના એક બે વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંતના વિસ્તારોમાં વરસાદની શક્યતા નથી.

ખેડૂતો ચિંતામા મૂકાયા

આ તરફ હવામાન વિભાગે સાથે જ જણાવ્યું કે, જૂન જુલાઇમાં વરસાદ સારો રહ્યો છે. જેના કારણે પાણીની અછત જોવા મળી રહી નથી. પરંતુ ખેડૂતોને પિયત માટે જોઇતા વરસાદી પાણીમાં ઘટ જોવા મળી છે.

ઓગસ્ટ મહિનો કોરો રહ્યો?

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતના વાતાવરણમાં આજે પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 28 ઈંચ સાથે મોસમનો 80 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્ય માટે ઓગસ્ટ મહિનો હજુ સુધી સામાન્ય રહ્યો છે અને જેમાં અત્યારસુધી સરેરાશ પોણો ઈંચ વરસાદ પણ પડ્યો નથી.

વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ 

ગુજરાતમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં વરસાદે અનેક જિલ્લાઓને ઘમરોળ્યું હતું ત્યાર બાદ વરસાદે વિરામ લીધો હતો. હવામાન વિભાગે ગઈકાલે અમદાવાદ શહેર સહિત અનેક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરી હતી, ત્યારે હવે શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસથી પારો ઉંચો ગયો હોવાથી લોકો ગરમી અને બફારાથી ત્રાહીમામ પોકારી ગયા હતા ત્યાર હવે વરસાદને પગલે વાતાવરણમાં ફરી એકવાર ઠંડક પ્રસરી ગઈ છે જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે.