2024ની તૈયારી : ખડગેએ બનાવી નવી ટીમ, CWCમાં સચિન પાયલટની એન્ટ્રી, શશિ થરૂરને પણ મળ્યું સ્થાન

2024ની તૈયારી : ખડગેએ બનાવી નવી ટીમ, CWCમાં સચિન પાયલટની એન્ટ્રી, શશિ થરૂરને પણ મળ્યું સ્થાન

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ CWCની નવી ટીમની જાહેરાત કરી છે. ખડગેએ તેમની સામે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડનાર શશિ થરૂર અને રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટને પણ પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ સિવાય ગાંધી પરિવારના ત્રણેય ચહેરાઓને કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાખવામાં આવ્યા છે. કોંગ્રેસની નવી વર્કિંગ કમિટીમાં કુલ 39 લોકોને સામેલ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસમાં આ સૌથી મોટી નિર્ણય લેનારી સમિતિ

CWCની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. કોંગ્રેસમાં આ સૌથી મોટી નિર્ણય લેનારી સમિતિ છે. જો કે આ નવી કમિટીમાં જૂની કમિટીમાં બહુ ફેરફાર કરવામાં આવ્યા નથી. યાદી જાહેર કરતા પહેલા છેલ્લા ઘણા મહિનાઓથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ઘણી બેઠકો કરી હતી.

ખડગે સહીતના આ મોટા નામોનો સમાવેશ 

આ ટીમમાં ખડગે બાદ સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું નામ પણ છે. તે પછી રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, એકે એન્ટની, અંબિકા સોની, મીરા કુમાર અને દિગ્વિજય સિંહના નામનો પણ સમાવેશ થાય છે.

Share: