×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

USમાં ભારતીય મૂળના લેબ માલિક મિનલ પટેલને 46.3 કરોડ ડૉલરની છેતરપિંડી બદલ 27 વર્ષની સજા

image : Envato 


અમેરિકાના જ્યોર્જિયામાં 46.3 કરોડ અમેરિકી ડૉલરના જેનેટિક્સ ટેસ્ટિંગ કૌભાંડમાં સંડોવણી બદલ ભારતીય મૂળના લેબ માલિકને 27 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. લેબ સોલ્યુશન્સ LLCના માલિક મિનલ પટેલ પર જેનેટિક્સ અને અન્ય લેબોરેટરી ટેસ્ટિંગ દ્વારા (જેની દર્દીઓને જરૂર ન હતી)  લાંચ અને રુશ્વત આપીને 46.3 કરોડ અમેરિકી ડૉલરથી વધુ રકમ મેળવવાનો આરોપ લાગ્યો હતો. 

કઈ રીતે કર્યું કૌભાંડ? 

અમેરિકાના ન્યાય વિભાગે જણાવ્યું હતું કે 44 વર્ષીય વ્યક્તિએ ટેલીમાર્કેટિંગ કોલના માધ્યમથી મેડિકેયર લાભાર્થીઓને નિશાન બનાવવા માટે દર્દીઓના દલાલો, ટેલીમેડિસિન કંપનીઓ અને કોલ સેન્ટરો સાથે મળીને કાવતરું ઘડ્યું જેમાં જુઠ્ઠો દાવો કરાયો હતો કે તેમના પેકેજમાં મોંઘા કેન્સર જેનેટિક્સ ટેસ્ટિંગ સામેલ છે. 

દર્દીઓના દલાલોની મદદ લીધી 

એક પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે મેડિકેર લાભાર્થીઓ વતી ટેસ્ટિંગ કરાવવા માટે સહમતિ મળ્યા બાદ પટેલે ટેલીમેડિસિન કંપનીઓ પાસેથી ટેસ્ટિંગને અધિકૃત કરનારા ડૉક્ટરોના હસ્તાક્ષરવાળા આદેશ મેળવવા માટે દર્દીઓના દલાલોને લાંચની ચૂકવણી કરી હતી.લાંચનો મામલો છુપાવવા માટે પટેલે દર્દીના દલાલોને કરાર પર સહી કરવાનું કહ્યું જેમાં ખોટી રીતે કહેવાયું હતું કે તે લેબ સોલ્યૂશન્સ માટે કાયદેસરની જાહેરાત સેવાઓ આપી રહ્યા છે. 

એફબીઆઈએ આ મામલે શું કહ્યું? 

ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) મિયામી ફિલ્ડ ઑફિસના ઈન્ચાર્જ વિશેષ એજન્ટ, જેફરી બી. વેલ્ટ્રીએ કહ્યું કે જરૂરિયાતમંદ દર્દીઓ માટે લીગલ જેનેટિક્સ ટેસ્ટિંગ અને ટેલીમેડિસિન સેવાઓના નિયમોમાં છેતરપિંડી અને લાંચને કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે પટેલે એક જટિલ ટેસ્ટિંગ છેતરપિંડીના પ્લાનની મદદથી મેડિકેરથી કરોડો ડૉલરની હેરાફેરી કરી.